સેમસંગે લોન્ચ કર્યો બજેટ સ્માર્ટફોન Galaxy J3 Pro

નવી દિલ્હી: સાઉથ કોરિયન ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગે બજેટ સ્માર્ટફોન Galaxy J3 Pro લોન્ચ કર્યો છે. હાલમાં આ કંપનીની ચીનની વેબસાઇટ પર નોંધવામાં આવ્યો છે અને તેને ફક્ત ચીનમાં જ વેચવામાં આવશે. જોકે ટૂંક સમયમાં બીજા બજારમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

5 ઇંચની સુપર એમોલેડ એચડી ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 410 પ્રોસેસર અને Adreno 306 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યૂનિટ્સ સાથે 2GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 16GBની છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્ય્મથી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે 8 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ડુઅલ સિમ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 5.1 બેસ્ડ ટચવિઝ યૂઆઇ આપવામાં આવ્યું છે. તેની બેટરી 2,650mAhની છે અને કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE સપોર્ટ આપવામાં આવ્યું છે. ચીનમાં તેને કિંમત 990 યુઆન (10,090 રૂપિયા) છે અને ટૂંક સમયમાં જ તેનું વેચાણ શરૂ થશે.

You might also like