સેમસંગ ગેલેક્સી નોટ-8 લોન્ચઃ ડ્યુઅલ રિયર કેમેરા

નવી દિલ્હી: સેમસંગે અાખરે ગઈ કાલે રાત્રે પોતાનો ફ્લેગશિપ ફેબલેટ, ગેલેક્સી નોટ-8 લોન્ચ કરી દીધો છે. સાઉથ કોરિયાઈ કંપની સેમસંગની નોટ સિરીઝનો અા પહેલો હેન્ડસેટ છે તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. ૬.૩ ઇંચના ડિસ્પ્લેવાળા અા ફેબલેટને કંપનીઅે ન્યૂયોર્કમાં લોન્ચ કર્યું છે.

અમેરિકામાં ગેલેક્સી નોટ-8 માટે ૨૪ અોગસ્ટથી પ્રિઅોર્ડર શરૂ થઈ જશે. અા ડિવાઈસ ત્રણ કલર વેરિઅેશન મિડ નાઈટ બ્લેક, ડિપ સી બ્લૂ અને અોર્કિડ ગ્રે કલરમાં ઉપલબ્ધ હશે.  સેમસંગે અા હેન્ડસેટ સાથે અમેરિકન કન્ઝ્યુમર્સને અોફર પણ અાપી છે. ૨૪ અોગસ્ટ ૨૦૧૭થી ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ગેલેક્સી નોટ-8 ખરીદનાર લોકોને ફ્રી સેમસંગ ગિયર ૩૬ કેમેરા કે ફ્રી ગેલેક્સી ફાઉન્ડેશન કિટ અાપવામાં અાવશે. તેની સાથે તેમને સેમસંગ ૧૨૮ જીબી ઇવીઅો પ્લસ મેમરી કાર્ડ અને ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ કન્વટેબલ અાપવામાં અાવશે.

સેમસંગ ગેલેક્સી નોટ-8માં કંપનીઅે ૬.૩ ઇંચની એચડી પ્લસ સુપર એમોલ્ડ ડિસ્પ્લે અાપેલ છે. તેની સ્ક્રીનની ડેન્સિટી ૫૨૧ પિક્સલ પ્રતિ ઇંચ છે. એન્ડ્રોઈડના ૭.૧.૧ નૂગા વર્ઝન પર અોપરેટ થનાર સેમસંગ ગેલેક્સી નોટ-8 અોક્ટા કૌર ક્વોલકોમ સ્નેપડ્રેગન ૮૩૫ પ્રોસેસર સાથે અાવે છે. તેમાં છ જીબી રેમ અાપવામાં અાવી છે. સેમસંગ ગેલેક્સી નોટ-8માં ૬૪ જીબી, ૧૨૮ જુબી અને ૨૫૬ જીબી ઇનબેલ્ટ મેમરીના અોપ્શન હશે.

તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે જે ૧૨ મેગા િપક્સલના બે સેન્સર ધરાવે છે. પહેલો કેમેરો વાઈડ એન્ગલ્ડ લેન્સ સાથે અાવે છે જ્યારે સેકેન્ડરી કેમેરો ટેલિફોટો ઝૂમ લેન્સ સાથે અાવે છે. ફ્રન્ટમાં ૮ મેગા પિક્સલના કેમેરા અાપવામાં અાવ્યા છે. બંને રિયર કેમેરા અોપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝર સાથે અાવે છે.

સેમસંગે અા ડિવાઈસમાં ૩૩૦૦ એમઅેઅેચ બેટરી અાપી છે. તે વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનિકને સપોર્ટ કરે છે. ઉલ્લેખનીય છે કે સેમસંગ ગેલેક્સી નોટ-7ના વિવાદ બાદ સેમસંગ માટે અા ખૂબ જ મહત્વનો હેન્ડસેટ છે. ગેલેક્સી નોટ-8 તે ગણતરીના હેન્ડસેટમાંથી એક છે જે બ્લૂ ટ્રૂથ ૫.૦ સપોર્ટ કરે છે.

You might also like