સેમસંગ ગેલેક્સી J2 (2016) ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

નવી દિલ્હી: સેમસંગે પોતાનો નવો ગેલેક્સી જે2 (2016) ભારતમાં લોન્ચ કરી દીધો છે. સેમસંગ ગેલેક્સી જે2 (2016) નવા સ્માર્ટ ગ્લો ફીચર અને ટર્બો સ્પીડ ટેક્નોલોજીથી સજ્જ છે અને તેની કિંમત 9,750 રૂપિયા છે. સેમસંગના આ હેન્ડસેટની સાથે ઓપેરા મેક્સનું અલ્ટ્રા ડેટા સેવિંગ મોડ અને એસ બાઇક મોડ પણ મળશે. સેમસંગ ગેલેક્સી જે2 (2016) એક ડુઅલ સિમ સ્માર્ટફોન છે અને આ ગોલ્ડ, સિલ્વર અને બ્લેક કલરમાં ઉપલબ્ધ હશે. કંપની હેંડસેટની સાથે 6 મહિના માટે એરટેલની ડબલ ડેટા ઓફર પણ આપી રહી છે.

સ્માર્ટ ગ્લો ફીચર સેમસંગ દ્વારા બનાવવામાં આવેલી નવા પ્રકારની એલઇડી નોટિફિકેશન સિસ્ટમ છે. તેની મદદથી રિયર કેમેરાના છેડે બનેલી રિંગને જરૂરિયાત પ્રમાણે કોઇપણ એપ કે કોન્ટેક્ટ માટે કસ્ટમાઇઝ કરી શકાશે. અલગ-અલગ રંગમાં ચાર એલર્ટ સેટ કરવામાં આવી શકે છે. આ યૂજરને બેટરી, ઇન્ટરનલ મેમરી અને મોબાઇલ ડેટા ઓછો થતાં એલર્ટ પણ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે ટર્બો સ્પીડ ટેક્નોલોજી ડિવાઇસના પર્ફોમન્સને વધુ સારું કરવા માટે કામ કરશે.

સેમસંગ ગેલેક્સી જે2 (2016)માં 5 ઇંચની એચડી (1280 x 720 પિક્સલ) સુપર એમોલેડ ડિસ્પ્લે છે. તેમાં 1.5 ગીગાહર્ટ્ઝ ક્વાડ-કોર સ્પ્રેડટ્રમ એસસી 8830 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રાફિક્સ માટે માલી-400 એમપી2 જીપીયૂ ઇંટિગ્રેટેડ છે. અને ઝડપી કામ કરવા માટે 1.5 જીબી રેમ આપવામાં આવી છે. એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર કામ કરનાર હેન્ડસેટની ઇનબિલ્ટ સ્ટોરેજ 8 જીબી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી તેને વધારીને 32 જીબી સુધી કરી શકાય છે.

સેમસંગ ગેલેક્સી જે2 (2016)માં એલઇડી ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો ઓટો ફોકસ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. રિયર કેમેરામાં એફ/2.2 અપર્ચરવાળો લેંસ છે. સેલ્ફીના દિવાનાઓ માટે 5 મેગાપિક્સલનો કેમેરો પણ ઉપલબ્ધ છે.

4જી એલટીઇને સપોર્ટ સપોર્ટ કરનાર આ સ્માર્ટફોનના કનેક્ટિવિટી ફિચરમાં વાઇફાઇ 802.11 બી/જી/એન, બ્લ્યૂટૂથ 4.1, જીપીએસ, 3.5 એમએમ ઓડિયો જેક અને એફએમ રેડિયો સામેલ છે. તેમાં 2600 એમએએચની બેટરી આપવામાં આવી છે. તેનું ડાઇમેંશન 142.4 X 71.1 X 8.0 મિલીમીટર છે.

You might also like