સેમસેંગે લોન્ચ કર્યું 256GBનું MicroSD કાર્ડ, 55 હજાર ફોટા થશે સ્ટોર

નવી દિલ્હી: સાઉથ કોરિયાની ટેક્નોલોજી દિગ્ગજ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે 256GBના માઇક્રો એસડી કાર્ડની જાહેરાત કરી છે. અત્યાર સુધી સેનડિસ્ક સૌથી વધુ 200GB સ્ટોરેજવાળું માઇક્રો એસડીકાર્ડ વેચી રહ્યું હતું. જેને માર્ચમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

સેમસંગના 256GBના આ Evo Plus માઇક્રો કાર્ડની રીડિંગ/રાઇટિંગ સ્પીડ ક્રમશ: 95MB/s અને 90MB/s છે. આ કાર્ડમાં 55,200 ફોટો, 12 કલાક સુધી 4K વીડિયો અને 33 કલાક સુધી ફૂલ એચડી વીડિયો રેકોર્ડિંગને સ્ટોર કરી શકાય છે. તમને જણાવી દઇએ કે તેમાં 25,500થી વધુ ગીતો પણ સ્ટોર કરી શકાશે.

આ કાર્ડની સાથે યૂજર્સને 10 વર્ષની લિમિટેડ વોરંટી આપવામાં આવશે અને જૂનથી તેને 50 દેશોમાં વેચવામાં આવશે. તેની કિંમત $249 (લગભગ 16,670 રૂપિયા) છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કિંમતમાં તમે 1TBની બે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ખરીદી શકો છો. પરંતુ આ માઇક્રો એસડી કાર્ડ છે એટલા માટે કિંમત વધુ છે.

આ મેમરી કાર્ડમાં V-NAND યૂજ કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ વોટરપ્રૂફ, ટેંપ્રેચર પ્રૂફ, એક્સરે પ્રૂફ અને મેગ્નેટિક ફિલ્ડ પ્રૂફ છે.

You might also like