રોડ સેફ્ટી માટે યામાહા અને સેમસંગની નવી ડિસ્પ્લે

જલંધર: સેમસંગ અને યામાહાએ બંને કંપનીઓ ભેગી થઇને  એવી જાહેરાત કરી છે કે રસ્તા પર વ્હીકલ્સ ચલાવતા યુવાનોની સુરક્ષાને ધ્યાનામાં લઇને એક નવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે. જેને વિન્ડશીડ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. જેના દ્વારા ચલાવનારના સ્માર્ટફોન ઇન્ફોરમેશનને આ સ્માર્ટ વિન્ડસ્ક્રીન પર ડિસ્પ્લે કરવામાં આવશે.

આ કંપનીઓનું કહેવું છે કે જ્યારે વ્હીકલ્સ ચલાવતા લોકો રસ્તા પરથી તેમનું ધ્યાન બીજે નાખે છે ત્યારે તે રિસ્ક બની જાય છે. જેને ધ્યાનમાં રાખીને આ સ્માર્ટ વિન્ડસ્ક્રીનને બનાવવા માટે વિચાર્યું, સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ ટેકનીક સૌથી વધારે 18 થી 24 વર્ષના લોકોને પસંદ આવશે. તેમાં એક ટ્રાન્સપરન્ટ સ્ક્રીનને સ્કૂટરની વિન્ડસ્ક્રીન પર લગાવામાં આવશે જે સ્માર્ટફોનથી વાયરલેસ જોડાશે અને આવું કરવાથી આ સ્ક્રીન નોટીફિકેશન, કોલ્સ, મેસેજ, ઇમેલ અને જીપીએસને બતાવશે.

સેમસંગ કંપની તેને ગ્લોબલ લોન્ચિંગ પીપલ કોમ્યુનિકેશન પ્રોજેક્ટનો એક પાર્ટ કહી રહી છે સાથે યામાહા એક કોન્સેપ્ટને બનાવીને તેની Tricity સ્કૂટર પર ટેસ્ટ કરી રહી છે. જે 125 cc ત્રણ ટાયરની મદદથી ચાલવાનાળું વ્હીકલ છે. જે હાલમા યુરોપિય રાઇડર્સને ઘણી પસંદ આવી છે. આશા છે કે આવનારા સમયમાં આના ટેસ્ટિંગને પૂરા કર્યા પછી સૌથી પહેલા યામાહાના વ્હીકલ્સમાં આપવામાં આવશે.

You might also like