હાથમાં જામ લઇને સલમાને સૌની સામે ડાન્સ કર્યો

મુંબઇ: દબંગ સ્ટાર સલમાન ખાન પોતાના ડાન્સ મુવ્ઝ માટે ઓળખાય છે. તો આવું જ કંઇક તેની પોતાની નાની બહેન અર્પિતાના બેબી શાવરમાં જોવા મળ્યું હતું. આ અવસરે સલમાન ખુબ જ ખુશ જણાતો હતો અને તેણે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે ડાન્સ કર્યો હતો.

હાથમાં જામ લઇને સલમાન પાર્ટીમાં મહેમાનોની સાથે પોતાના સોન્ગ ઓ ઓ જાનેજાના પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પણ સલમાને પાર્ટીમાં ખુબ જ એન્જોય કર્યું હતું. સલમાન ખાનનો આ ડાન્સવાળો વીડિયો હાલ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

You might also like