સમીરખાનનું એન્કાઉન્ટર નકલી ન હતું: સ્પેશિયલ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ

અમદાવાદ: ગુજરાતમાં વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૦૮ દરમિયાન થયેલા ૧૬ એન્કાઉન્ટર અને એક કસ્ટોડિયલ ડેથની તપાસ કરતી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) તપાસ પૂર્ણ કરી છે. તમામ કેસોમાં એસટીએફ દ્વારા પોલીસને ક્લીનચિટ આપી હોવાનું સામે આવ્યું છે. વર્ષ ૨૦૦૨માં શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં થયેલા સમીરખાનનું એન્કાઉન્ટર નકલી નહીં હોવાનો રિપોર્ટ એસટીએફ દ્વારા આપવામાં આવ્યો છે.

અમદાવાદના ઉસ્માનપુરામાં વર્ષ ૧૯૯૬માં એક મહિલાની ચેઈન તોડીને ભાગતાં ચેઇનસ્નેચર સમીરખાન પઠાણ અને તેના સાગરીતને પકડવા માટે નારણપુરાના કોન્સ્ટેબલ વિષ્ણુ ઝાલાએ પ્રયાસ કર્યો હતો. દરમિયાનમાં સમીર ખાન કોન્સ્ટેબલ વિષ્ણુ ઝાલાને છરી ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. જેમાં કોન્સ્ટેબલ વિષ્ણુનું આ હુમલામાં મોત નિપજ્યું હતું. હત્યા બાદ ફરાર થઈ ગયેલો સમીરખાન રાજસ્થાન,મધ્યપ્રદેશ વગેરે સ્થળોએ રોકાયો હતો.

સમીરખાન ત્યારબાદ પાકિસ્તાન જતો રહ્યો હતો. લાંબો સમય પાકિસ્તાન રહ્યા પછી ૨૦૦૨માં અમદાવાદ પરત ફર્યો હતો. ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ડીસીપી ડી.જી.વણજારાને સમીરખાનની માહિતી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર તરુણ બારોટ અને કે.એમ.વાઘેલાની ટીમે તેની ધરપકડ કરી હતી. સમીરખાન ઉપર આરોપ મુક્યા હતા કે તે જૈશે-એ-મહંમદનો આતંકવાદી છે અને નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યો છે.

વિષ્ણુ ઝાલાની હત્યા તથા ચેઇનસ્નેચિંગના ગુનામાં સમીરખાનને ૨૨ઓક્ટોબર ૨૦૦૨ના રોજ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર તરુણ બારોટ તથા કે.એમ.વાઘેલાની ટીમ મોડી રાતે ઘટના સ્થળની લઇ રહી હતી. જ્યાં સમીરખાને પોલીસની બંદૂક ઝૂંટવીને ફરાર થવાની કોશિશ કરી હતી. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સમીરખાન ફાયરિંગ કરશે તેમ લાગતા ંબચાવમાં ફાયરિંગ કરતાં સમીરખાનનું ઘટના સ્થળે મોત થયું હતું. સમીરખાન એન્કાઉન્ટર કેસમાં તપાસ કરનાર એસટીએફના ડીવાયએસપી એ.એમ.પટેલે જણાવ્યુ છેકે સમીરખાનનું એન્કાઉન્ટર નકલી ન હોવાનું જણાવ્યું છે. સમીરખાનને ઘટના સ્થળે લઇ જવામાં આવ્યો હતો ત્યારે તેને પોલીસની બંદૂક લઇને ભાગવાની કોશિશ કરી હતી. ક્રાઇમ બ્રાંચે પોતાના સ્વબચાવમાં સમીરખાન ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેનું મોત થયું છે.

You might also like