આઝમ ખાને આપ્યું સેનાના જવાનો પર વિવાદિત નિવેદન

રામપુર : ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સપાના નેતા આઝમ ખાને સેના પર આપત્તિજનક નિવેદન આપી નવો વિવાદ ઉભો કર્યો છે. આઝમ ખાને કહ્યું કે કાશ્મીરની મહિલાઓએ જવાનોને માર્યા છે. તેણે કહ્યું કે કાશ્મીરની મહિલાઓએ સેનાના જવાનોના પ્રાઇવેટ પાર્ટ કાપી લીધા છે. અસમ અને ઝારખંડમાં પણ મહિલાઓએ સેના પર હુમલો કર્યો છે અને તેને માર્યા છે. તેણે કહ્યું કે મોદી રાજમાં દેશ રસ્તો ભટકી ગયો છે. દેશ બેલેટની જગ્યા એ બુલેટના રસ્તો જઇ રહ્યો છે જેનું પરિણામ બધાની સામે છે.

રામપુર જિલ્લામાં સમાજવાદી કેમ્પના કાર્યાલય ખાતે આઝમ ખાને કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું આપણા જીવનનો સૌથી મોટો રાજનૈતિક મૂવમેન્ટ બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ છે, જેની કિંમત આજે પણ હિન્દુસ્તાન ચૂકવી રહ્યો છે. આઝમ ખાને કહ્યું કે કાશ્મીર, ઝારખંડ અને અસમમાં મહિલાઓ સેના પર હુમલો કરી રહી છે. દુષ્કર્મની ઘટનાઓના બદલામાં મહિલાઓ તેમના પ્રાઇવેટ પાર્ટ કાપીને લઇ ગઇ.
http://sambhaavnews.com/

You might also like