સમાજવાદી પાર્ટીની બાપ બેટાની લડાઇ હવે ચૂંટણીપંચની ઓફીસે પહોંચી

નવી દિલ્હી : પિતા પુત્રમાં વહેંચાઇ ચુકેલી બે જુથોમાં અસલી પાર્ટી કોની તે એક મહત્વનો સવાલ છે. બંન્ને દળો પોતે સાચા હોવાના દાવા ઠોકી રહ્યા છે. સોમવારે મુલાયમસિંહ યાદવ ચૂંટણી પંચ પહોંચીને સમગ્ર પરિસ્થિતીની માહિતી આપી હતી. આ દરમિયાન મુલાયમસાથે અમરસિંહ, જયાપ્રદા અને શિવપાલ યાદવ પણ હતા.

ચૂંટણી પંચને મુલાયમે જણાવ્યું કે અખિલેશ જુથ માટે લેવાયેલાનિર્ણયો અસંવૈધાનિક છે. અખિલેશ જુથ પણ મંગળવારે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરવાનાં છે. રામગોપાલ યાદવ પણ મુલાકાત માટે ચૂંટણી પંચ સાથે મંગળવારે સવારે 11.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. બંન્ને જુથો એકબીજાનાં નિર્ણયોને અસંવૈધાનિક ગણાવી રહ્યા છે.

બંન્ને જુથો એક બીજાનાં નિર્ણયને અસંવૈધાનિક ગણાવી રહ્યા છે. રામગોપાલ પણ ચૂંટણી પંચ સાથે મળીને ચૂંટણી ચિન્હ સાઇકલ અંગે અખિલેશ જુથનો દાવો રજુ કરી શકે છે. સુત્રો અનુસાર મુયામજુથે ચૂંટણી પંચની સામે આ સાબિત કરવાનાં પ્રયાસો કર્યા કે 1 જાન્યુઆરીએ રામગોપાલ દ્વારા બોલાવાયેલ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન અસંવૈધાનિક છે. જેથી અધિવેશનમાં લેવાયેલ નિર્ણય પણ અસંવૈધાનિક છે.

You might also like