સપાની ત્રીજી યાદી: લખનઉ કેંટમાં રીટા બહુગુણા સામે લડશે અપર્ણા યાદવ

લખનઉ : કોંગ્રેસ ગઠબંધન બાદ સમાજવાદી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી પણ બહાર પાડી દીધી છે. 3 સીટો પર ઉમેદવાર બદલવામાં આવ્યા છે અને 37 સીટો પર કેડિડેટની જાહેરાત કરી છે. મુલાયમસિંહ યાદવને નાની વહુ અપર્ણા યાદવ લખનઉ કેન્ટ વિસ્તારમાંથી ચૂંટણી લડશે. ભાજપની તરફથી અહીં રીટા બહુગુણા જોશી ઉમેદવાર છે. લખનઉ કેન્ટ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ રીટાએ ભાજપ સાથે જોડાયા બાદ સમીકરણ બદલાઇ ચુક્યું છે.

સપાએ 191 લોકોની પહેલી યાદી બહાર પાડી હતી. બીજા લિસ્ટમાં 18 ઉમેદવારોનાં નામ હતા. ત્રીજા લિસ્ટ બાદ સમાજવાદી પાર્ટીએ 403 વિધાનસભા સીટોમાંથી અત્યારે કુલ 246 સીટો પર તોનાં સભ્યોના મુદ્દે સ્થિતી સ્પષ્ટ કરી દીધી છે.

સમાજવાદી પાર્ટીના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમે જણાવ્યું કે સહારનપુર દેહાત વિધાનસભા વિસ્તારમાં ગુફરાન અહેમદનાં બદલે અબ્દુલ શાહનવાઝ ખાનને ટીકીટ આપવામાં આવી છે. લખીમપુરખીરીનાં વિધાનસક્ષા ક્ષેત્ર શ્રીનગરનાં ઉમેદવાર રામ શરણના સ્થાને હવે મીરા બાનોને ઉતારાયા છે. ફર્રુખા બાદ જિલ્લામાં કાયમગંજ સીટ પર અમિત કુમાર કઠેરિયાથી ટીકિટ પાછી લઇને પાર્ટીએ સુરભીને ટીકિટ ફાળવી છે.

You might also like