રાહુલ-પ્રિયંકા-સોનિયા સિવાય સપાને નથી જોઇતા એક પણ કોંગ્રેસી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી જ કોંગ્રેસ તરફથી એકલા હાથે મોર્ચો સંભાળી રહ્યાં છે. પ્રિયંકા અને સોનિયા ગાંધીએ ચૂંટણીને લઇને હજી સુધી કાંઇ નથી કર્યું. ત્યાં કોંગ્રેસમાં બીજી કતારના નેતાઓના ચૂંટણી પ્રચારને લઇને સમાજવાદી પાર્ટી રાજી નથી.

સાપાના ઉચ્ચ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ યુપીએ સરકારમાં ભ્રષ્ટાચારનો મુદ્દો હજી શાંત પડ્યો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદથી લઇને સભામાં યૂપીએ સરકારના સમયમાં થયેલા ગોટાળાને નિશાન બનાવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંગ પર પણ નિશાન સાધ્યું છે. આવી પરિસ્થિતિમાં પાર્ચી કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતી નથી. રાહુલ ઉપરાંત રાહુલ બબ્બર જ કોંગ્રેસમાં ચૂંટણી પ્રચારમાં સક્રિય છે.

સપા નેતા કોંગ્રેસ ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે. પરંતુ સપાના ઉમેદવારો માટે કોંગ્રેસના નેતાઓને પ્રચાર કરવાની પરવાનગી નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને યૂપીના ચૂંટણી પ્રચારથી દૂર રાખવામાં આવ્યાં છે.  તો કોંગ્રેસના નેતાઓએ પણ આ બાબતે એટલો રસ દાખવ્યો નથી.

http://sambhaavnews.com/

You might also like