અંગ્રેજીનો વિરોધ કરનારી સમાજવાદી પાર્ટી હાઈટેક બની

લખનૌઃ સમાજવાદી પાર્ટીની સ્થાપના કરનાર મુલાયમસિંહ યાદવ અંગ્રેજી અને મશીનીકરણના સખત વિરોધી હતા. તેઓ હંમેશાં ખુલ્લા મંચ પર હિંદીનું સમર્થન કરતા હતા, પછી સમય વીતતો ગયો અને સમાજવાદી પાર્ટી ‘હાઇટેક’ બનતી ગઇ. ટ્વિટર અને ફેસબુક પર એક્ટિવ પાર્ટીનો ચહેરો બદલાઇ ચૂક્યો છે. પોતાની ર૪ વર્ષની સફરમાં મુલાયમથી માંડી અખિલેશ સુધી આવતાં આવતાં સમાજવાદી પાર્ટીની સરકાર લેપટોપ અને સ્માર્ટ ફોન વહેંચી રહી છે.

યાત્રાઓની વાત કરીએ તો સાઇકલથી લઇને વિક્ટોરિયા બગી અને હવે મર્સિડીઝ સુધી આવી પહોંચ્યા છે. પાર્ટીની સ્થાપના સમય ૪ નવેમ્બર, ૧૯૯રના રોજ મુલાયમસિંહ યાદવે કહ્યું હતું કે સમાજવાદીઓને હવે તેમનું ઘર મળી ગયું છે. ત્યારથી કેટલાય નેતાઓનું ઠેકાણું બનેલી આ પાર્ટીને હવે સૌથી મોટો પડકાર પોતાના જ ઘરમાંથી મળી રહ્યો છે. ઘરના આ કલહની વચ્ચે પાર્ટીએ રજતજયંતી સમારંભ મનાવ્યો.

You might also like