સંસદીય બોર્ડની બેઠકમાં અખિલેશનું આકરૂ વલણ : અંસારીની પાર્ટીનો વિલય નહી

લખનઉ : સમાજવાદી પાર્ટીમાં મુખ્તાર અંસારીની પાર્ટી કૌમી એકતા દળનો વિલય નહી થાય. સમાજવાદી સંસદીય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં બલરામ યાદવની યૂપી કેબિનેટમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી અખીલેશ યાદવે બેઠક અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સપામાં મુખ્તાર એન્ડ કંપનીનું વિલય નહી કરવામાં આવે. સરકાર અને પાર્ટીની વિરુદ્ધ ખોટો સંદેશ જઇ રહ્યો છે.

મુખ્યમંત્રીનો વિરોધ જોઇને બેઠકમાં અન્ય નેતાઓએ ચુપ્પી સાધી લીધી હતી. આ નિર્ણય અંગે સપા નેતા રામગોપાલ યાદવે જાણકારી આપી હતી. વાત જાણે એમ છે કે સપામાં કોમી એકતા દળનાં વિલયથી મુખ્યમંત્રી અખીલેશ યાદવ પહેલાથી જ નારાજ હતા. પાર્ટીમાં સમાવવાનાં નિર્ણય અંગે શિવપાલ યાદવ અને અખિલેશ વચ્ચે પહેલાથી જ મતભેદ હતો. જે બેઠકમાં સામે આવ્યો હતો. જો કે શિવપાલે કોઇ પણ પ્રકારનાં મતભેદનો ઇન્કાર કર્યો હતો.

અખીલેશ યાદવની નારાજગીનાં કારણે મુલાયમસિંહ યાદવનાં નજીકનાં બરલામ યાદવને કેબિનેટમાં વિદાઇ થઇ ગઇ હતી. જો કે સમાચાર છે કે બલરામ યાદવ સાથે મુખ્તાર અંસારીની પાર્ટીની સપામાં વિલયનાં માટે મોટી ભુમિકા નિભાવી હતી. જો કે હવે જ્યારે નિર્ણય અખિલેશ યાદવનાં હકમાં આવ્યો છે તો પછી બલરામ યાદવની પણ કેબિનેટમાં પરત ફરવાની વાતને મંજુરીની મહોર લાગી ગઇ છે.

You might also like