નવરાત્રીના ઉપવાસમાં ટ્રાય કરો આ ઢોંસા

સામગ્રી

1 કપ સામો

½ કપ સિંગોડાનો લોટ

2-3 ચમચી ધી

½ ચમચી સિંધવ મીઠું

1 લીલું મરચું ઝીણું સમારેલું

બનાવવાની રીતઃ સૌથી પહેલાં સામો સાફ કરી લો, ત્યાર બાદ ધોઇને 2 કલાક માટે પાણીમાં પલાડી રાખો. ત્યાર બાદ સામાના પાણીમાં થોડું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લો. હવે તેમાં સિંગોળાનો લોટ મિક્સ કરો અને તેમાં થોડું પાણી એડ કરો. મિશ્રણને પાતળુ બનાવો. જેથી તવા પર તે આરામથી ફેલાઇ જાય. ત્યાર બાદ તેમાં ફરાળી મરચું અને ઝીણાં સમારેલા મરચાં એડ કરો. ઢોંસાના મિક્ષણને 20 મિનિટ સુધી ઢાંકીને રાખો. તવા પર થોડું ઘી લગાડીને ઢોંસા બનાવો.

You might also like