સલામ છે આ શિક્ષકને, દેશનું નામ રોશન કરવા બદલ 5 સપ્ટે. રાષ્ટ્રપતિનાં હસ્તે અપાશે એવોર્ડ

જૂનાગઢઃ “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈં” તેવું ચાણકયએ કહીને શિક્ષકની મહત્તા સિદ્ધ કરી હતી. ચાણકયનાં આ વિધાનને જિલ્લાનાં નાના ગામથી એવા બલદેવપરીએ સિદ્ધ કરીને સાબિત કરી બતાવ્યું છે.

જૂનાગઢનાં ભેસાણ તાલુકાનાં બરવાળા ગામમાં આવેલી માધ્યમિક શાળાનાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બલદેવપરી નામનાં શિક્ષકે સિદ્ઘિઓ મેળવીને દેશભરમાં નામ રોશન કર્યું છે.

શિક્ષકથી લઈને દેશનાં રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચેલા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસની 5 સપ્ટેમ્બરનાં રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શિક્ષણ દિવસનાં રોજ નાનકડા ગામમાં રહેતા બલદેવપરીને રાષ્ટ્રપતિનાં હસ્તે એવોર્ડ આપવામાં આવશે.

બલદેવભાઈ ભેંસાણ તાલુકાનાં બરવાળા ગામમાં આવેલી શાળામાં ગણિતનાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શાળામાં અભ્યાસ કરાયા બાદ તેઓ ઓનલાઈન પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. તેઓ પોતાની વેબસાઈટનાં આધારે બાળકોને શિક્ષણ આપતા હોય છે.

હાલનાં સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરે તે માટે બલદેવભાઈ કામ કરતા હોય છે. હાલનાં સમયમાં નાના ગામની સ્કૂલમાં અભ્યાસ કરાવતા બલદેવભાઈએ અત્યાર સુધી શિક્ષણજગતમાં અલગ-અલગ ક્ષેત્રમાં કામ કર્યું છે.

વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે બલદેવભાઈ કામ કરે છે. શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી બદલ 18 વર્ષની ફરજ દરમ્યાન માત્ર છેલ્લાં બે વર્ષમાં જ બલદેવભાઈએ 14થી વધુ એવોર્ડ પ્રાપ્ત કર્યાં છે. દેશભરનાં વિદ્યાર્થીઓ કોઈ પણ ખર્ચ કર્યા વગર અભ્યાસ કરી શકે તે માટે બલદેવભાઈ કામ કરતા હોય છે.

મધ્યમ પરિવારથી આવતા બલદેવભાઈનો એક જ ઉદ્દેશ્ય રહ્યો છે કે, કોઈ પણ વિદ્યાર્થીને ભણવામાં કોઈ તકલીફ ન થવી જોઈએ. એક તરફ સરકારી સ્કૂલનાં શિક્ષકો પગાર વધારવા માટે મુહિમ ચલાવે છે. તો બીજી તરફ બલદેવભાઈ જેવાં શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ મળી રહે તે માટે કામ કરીને દેશનું નામ રોશન કરી રહ્યાં છે.

You might also like