સૉલ્ટી નાસ્તાે ખાવાથી તરસ ઘટે છે અને ભૂખ વધે છે

ખોરાકમાં વધુ પડતું મીઠું લેવાથી બ્લડપ્રેશર વધે છે એ વાત સૌ જાણે છે, પણ એવું કેમ થાય છે એ એક અભ્યાસ કરીને વૈજ્ઞાનિકોએ તારવ્યું છે. જર્મનીની ડેલ્બ્રક સેન્ટર ફૉર મૉલેક્યુલર મેડિસિનના નિષ્ણાતોનું કહેવું છે કે સૉલ્ટી નાસ્તા, મીઠું છાંટેલી વેફર્સ, ફ્રેન્ચ ફ્રાય અને જેમાં વધુ માત્રામાં સોડિયમ હોય એવી ચીજો ખાવાથી એ બે પ્રકારે હાનિકારક બને છે. સૉલ્ટ વધુ માત્રામાં શરીરમાં જાય તો તો એ યુરિન માટે બહાર નીકળી જાય છે, પણ જ્યારે યુરિન કિડનીમાં પહોંચે છે ત્યારે સૉલ્ટ યુરિનની સાંદ્રતા વધારી દે છે અને એમાંનું પાણી ફિલ્ટર થઇને કિડનીમાંથી પાછું શરીરમાં આવે છે એને કારણે શરીરમાં  પાણીનો જથ્થો વધે છે. શરીરમાં પૂરતાં  કરતાં વધુ પાણી હોવાથી મગજમાંથી તરસનો સંદેશો આવતો અટકે છે.
http://sambhaavnews.com/

You might also like