મીઠાની અફવાની મોકાણ! મોલમાં દોડેલા લોકોએ તોફાન મચાવ્યું

અમદાવાદ: અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં મીઠું અને ખાંડની અછત અંગેની અફવા ફેલાતાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો રાત્રે મીઠું અને ખાંડ લેવા માટ કરિયાણાની દુકાન અને મોલમાં પહોંચી ગયા હતા. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલાં ડી માર્ટ મોલમાં લોકો મીઠું અને ખાંડ લેવા પહોંચ્યા હતા. જોકે મોલનાે બંધ થવાનો સમય હોઈ મોલ બંધ કરી દેવાતા લોકો રોષે ભરાયા હતા અને ટોળાને મોલનાં શટરોમાં તોડફોડ કરી હતી. જોકે આ અંગે પોલીસને જાણ કરાતાં વેજલપુર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હળવો લાઠીચાર્જ કરી પોલીસે ટોળાંને વિખેરવાની ફરજ પડી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત મોડી સાંજે દેશભરમાં મીઠા અને ખાંડની અછત હોવાની વાત વહેતી થઈ હતી દેશનાં અનેક શહેરોમાં લોકો મીઠું લેવા પડાપડી કરી રહ્યા હતા. અમદાવાદમાં પણ મીઠા અને ખાંડના અછતનાં સમાચાર વહેતા થતાં લોકો મીઠું અને ખાંડ લેવા પડાપડી કરી હતી. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં ડી માર્ટમાં લોકો જે ભાવ વળે તે ભાવે મીઠું લેવા લોકો જે ભાવે મળે છે તે ભાવે મીઠું લેવા દોડ્યાં હતા. જોકે ડી માર્ટ મોલ બંધ થવાનો સમય હોઈ મોલના સત્તાધીશોએ મોલ બંધ કરી દેતાં મીઠું અને ખાંડ લેવા આવેલા લોકો રોષે ભરાયા હતા અને હલ્લા બોલ કર્યો હતો. મોલની બહાર લોકોનાં ટોળે ટોળાં જામી ગયાં હતાં.

મોલનાં શટર બંધ થઈ જતાં લોકોએ શટર ઉપર પણ તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતાં વેજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકોનાં ટોળાંને વિખેરી પરિસ્થિતિ થાળે પડી હતી. શહેરના કોટ વિસ્તારોમાં પણ મીઠા અને ખાંડ માટે લોકોની પડીપડી કરી હતી. મીઠું ૪૦૦ રૂ. અને ખાંડ રૂ. ૮૦૦ કિલો વેચાતી થઈ હોવાની વાત વહેતી થઈ હતી. જોકે ખાંડ અને મીઠું લોકોને જે ભાવે મળે છે તે જ ભાવે વેપારીઓએ વેચાણ કર્યું હતું.

You might also like