રેસ 3 પહેલા મેગેઝીનના કવર પર સલમાન-જેકલીનની જોડીએ મચાવી ધુમ

સલમાનખાન અને જેકલીનની બ્લોકબસ્ટર જોડી પહેલી વખત ‘hello’ મેગેઝીનના કવર પેજ પર નજરે પડી છે. હેલ્લોના જૂન મહિનાના અંકમાં રેસ 3 ની આ જોડી જોવા મળી છે. બંન્ને કાળા રગના કપડામાં ખુબ જામી રહ્યા હતા.

પત્રિકાના કવર પેજ પર જેકલિન કાળા રગની લેધર જેકેટ અને સલમાન કાળા રંગની શર્ટ અને જેકેટમાં દેખાયા હતા. લાલ હોઠ અને ખુલ્લા વાળોમાં જેકલિનનો આ લક કાતિલાના છે તો સલમાન પણ ગજબના હેન્ડસમ દાખાઈ રહ્યા છે.

ફિલ્મ કિકમાં દર્શકોનાં દિલ જીત્યા બાદ હવે સલમાન અને જેકલીન રેસ 3 માં એક સાથે દેખાશે. આ ફિલ્મમાં અનિલ કપુર, ડેઝી શાહ, બોબી દેઓલ અને સારિબ સલીમ જેવા કલાકારો છે. રેસ 3 આગામી ઈદના સમયે રીલીઝ થશે. કવર પર તેજતર્રાર કેમિસ્ટ્રીના સાથે આ જોડીએ ફિલ્મના પ્રતિ દર્શકોની ઉત્સુકતાને વધુ વધારી દિધી છે.

જણાવી દઈએ કે રેસ 3ના પહેલા ગીત હિરિયે… માં સલમાન ખાન અને જેકલિનના વચ્ચે હોટ કેમેસ્ટ્રીની એક ઝલક જોવા મળશે. આ ગીત યૂ-ટ્યૂબ પર પહેલાથી જ ધુમ મચાવી ચુક્યુ છે. એક્શન, પારિવારિક નાટક, સંસ્પેન્સ અને હિટ ગીતો સાથે આ ફિલ્મ એક કંપલીટ પૈકેજ સાબિત થઈ શકે છે.

સલમાન ખાન ફિલ્મ્સ અને રમેશ તૌરાનીના સહયોગથી તૈયાર રેસ 3ને ટિપ્સ ફિલ્મના બેનર હેઠળ બનાવવામાં આવી છે. તેના નિર્દેશક રેમો ડિસુજા છે. રેસ 3 ના ત્રણ ગીત અત્યાર સુધી રિલીઝ થઈ ચુક્યા છે.

You might also like