સલમાન ફરી કરાવશે હેરટ્રાન્સપ્લાન્ટ

મુંબઇઃ સલમાન ખાન આજકાલ તેની ફિલ્મ “સુલ્તાન”ના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શુટિંગ નિયત સમય પર પૂરૂ થઇ જાય તે માટે સમગ્ર સુલ્તાનની ટીમ સખત મહેનત કરી રહી છે. ત્યારે આગામી કેટલાક દિવસો સુધી સલમાનને ઘરમાં જ રહેવું પડશે.

સલમાન ફરી એક વખત હેરટ્રાન્સપ્લાન્ટ કરાવવા જઇ રહ્યો છે. ત્યારે ટ્રાન્સપ્લાન્ટ પહેલાં ડોક્ટરે તેને ગરમીથી દૂર રહેવાની સલાહ આપી છે. ડોક્ટરનું કેહવું છે કે ગરમીને કારણે થતાં પરસેવાને કારણે ટ્રાન્સપ્લાન્ટમાં મુશ્કેલી થઇ શકે છે. આ પહેલાં પણ સલમાન વર્ષ 2003માં અને વર્ષ 2012માં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂક્યો છે.

જો કે હાલ સલમાનના માથામાં એવી કોઇ ટાલ જોવા મળી રહી નથી. પરંતુ પરિવારજનોનું માનવું છે કે સલમાનને હજી એક વખત ટચઅપ કરવાની જરૂર છે. તો બની શકે છે કે આ ટ્રાન્સપ્લાન્ટ સાથે સલમાનના લગ્નનું પણ કોઇ કનેક્શન હોઇ શકે છે. લગ્ન પહેલાં અલગ લૂક માટે પણ સલમાન આ ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહ્યો હોઇ શકે છે.

You might also like