શાહરૂખ અને કરણની ફિલ્મ માટે સલમાને રાજ કરી અપીલ

મુંબઇઃ ઉડી હુમલા બાદ MNSએ પાકિસ્તાની એક્ટરને 48 કલાકમાં ભારત છોડી ચાલ્યા જવાની ધમકી આપી હતી. ત્યાર બાદ પાકિસ્તાની એક્ટર્સ પાકિસ્તાન પરત ફરી ગયા હોવાની વાત સામે આવી હતી. MNSએ દ્વારા કરણની ફિલ્મ એ દિલ હે મુશ્કિલની રિલીઝનો પણ વિરોધ કર્યો હતો. ત્યારે આ બધી ઘટનાઓ વચ્ચે સલમાન ખાને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને ફોન કરીને ફિલ્મની રિલીઝ શાંતી પૂર્ણ થવા દેવા અંગે વિનંતી કરી છે. સલમાને રાજ ઠાકરેને અપીલ કરી છે કે કરણ જોહરની એ દિલ હે મુશ્કિલ અને શાહરૂખ ખાનની રઇઝ ફિલ્મને શાંતિપૂર્ણ રીતે રિલીઝ થવા દે.

જો કે આ પહેલાં બોલિવડનો ટાયગર એ રીતનું નિવેદન આપી ચૂક્યો છે કે બોલિવુડ કોઇના બાપની જાગીર નથી,અહીં કોઇ પણ કામ કરી શકે છે. ત્યારે હવે એ દિલ હે મુશ્કિલ અને રઇઝની શાંતપૂર્ણ રીતે રિલીઝ થવા દેવા અંગેની તેની વિનંતી સોને ચોકાવનારી છે.

MNSએ ફિલ્મ રઇઝ માટે પાકિસ્તાની એક્ટ્રેસ મહિરા ખાનના બધા જ શોટ્સ કાપી નાખવાનું જણાવ્યું છે. સાથે જ ધમકી આપી હતી કે જો સીન્સ નહીં કાપવામાં આવે તો ફિલ્મ રિલીઝ થવા દેવામાં નહીં આવે. આ મામલે સેફ અલી ખાને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સેફે કહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશ્વ ભરના ટેલેન્ટનું સ્વાગત કરે છે. ખાસ કરીને પડોશી દેશનું. ત્યારે આવી બાબતનો નિર્ણય સરકારે લેવો જોઇએ. સેફે કહ્યું કે અમે કલાકાર છીએ અને કલાકાર શાંતિ અને પ્રેમની વાત કરે છે. સરકારે એવા નિર્ણયો લેવાં જોઇએ કે અહીં કોણે કામ કરવું જોઇએ અને કોણે નહીં.

You might also like