સલમાનને મળી રાહત, જોધપુર કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

જોધપુરઃ નવુ વર્ષ સલમાન માટે રાહતના સમાચાર લઇને આવ્યું છે. જોધપુર કોર્ટમાં 18 વર્ષ જૂના હરણના શિકારમાં ગેરકાયદેસર હથિયારોના ઉપયોગ મામલે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટ બહાર સલમાનને જોવા માટે પ્રસંશકો મોટી સંખ્યામાં ઉભા હતા. અદાલતમાં હાજર થવા માટે મંગળવારે સાંજે જ સલમાન જોધપુર પહોંચી ગયો હતો. મુખ્ય ન્યાયિક મજેસ્ટ્રેટ જિલ્લા જોધપુર દલપત સિંહ રાજપુરોહિતની અદાલતમાં બંને પક્ષો વચ્ચે અંતિમ ચર્ચા પૂર્ણ થયા બાદ ચૂકાદા માટે 18 જાન્યુઆરીની તારીખ આપવામાં આવી હતી. સલમાન પર લાયસન્સ વગર ગેરકાયદેસર હથિયાર રાખવા માટે આર્મ્સ એક્ટની ધારા 3/25 તથા ગેરકાયદેસર હથિયાર રાખવા મામલે 3/27 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો.

ફિલ્મ હમ સાથ સાથ હેના શૂટિંગ દરમ્યાન વર્ષ 1998માં એક અને બે ઓક્ટોમ્બરની રાત્રે સલમાન પર જોધપુરના લૂણી પોલીસ વિસ્તારમાં કાંકાણી ગામની સીમા પર હરણના  શિકાર કરવાનો આરોપ હતો. આ દરમ્યાન વન વિભાગે સલમાન પર શિકારમાં ગેરકાયદેસર હથિયાર વાપરવા મામલે આર્મ્સ એક્ટ હેઠળ અલગથી કેસ દાખલ કર્યો હતો. જેમાં સલમાન નિર્દોષ જાહેર થયો છે.

વર્ષ 1998માં ફિલ્મ હમ સાથ સાથ હેની શૂટિંગ દરમ્યાન સલામન પર ગેરકાયદેસર શિકારનો આરોપ હતો. સલમાન ખાન વિરૂદ્ધ ચાર કેસ હતા. એક કેસ કંકાણીમાં શિકારમાં ગેરકાયદેસર હથિયાર મામલે હતો. જેની પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો હતો. જેમાં સલમાન નિર્દોષ જાહેર થયો છે. સલમાન વિરૂદ્ધ શિકારના ત્રણ અને આર્મ્સ એક્ટ હેઠળ 1 કેસ હતો. 1998માં ફિલ્મ હમ સાથ સાથેની શૂટિંગ દરમ્યાન ત્રણ અલગ અલગ જગ્યાએ હરણના શિકાર કરવાનો આરોપ દાખલ કરવામાં આવ્યો હતો.

જોધપુર પાસે ભવાદ ગામમાં 2 કાળા હરણ, ઘોડા ફાર્મમાં 1 કાળા હરણ અને કાંકણી ગામમાં 2 કાળા હરણનો શિકાર કરવામાં આવ્યો હતો. ભવાદ અને ઘોડા ફાર્મમાં થયેલા શિકાર મામલે લોઅર કોર્ટે સલમાનને 1 વર્ષથી પાંચ વર્ષની સજા ફટકારી હતી. બાદમાં હાઇકોર્ટે બંને મામલે સલમાનને છોડી મૂક્યો હતો. હવે આ નિર્ણયને રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. સલમાન પર આરોપ હતો કે જે પિસ્તોલ અને રાઇફલનો શિકારમાં ઉપયોગ થયો હતો. તેનુ લાયસન્સ પણ પૂર્ણ થઇ ગયું હતું. આ મામલે સલમાન નિર્દોષ જાહેર થઇ ગયો છે. શિકારના અન્ય એક મામલે 25 જાન્યુઆરીએ ચૂકાદો આવવાનો છે.

http://sambhaavnews.com/

You might also like