જન્મદિવસે જ સલમાન કરશે લગ્ન!

મુંબઇઃ બોલિવુડના મોસ્ટ વોન્ટેડ બેચલર સલમાન ખાનના લગ્નની રાહ સૌ કોઇ જોઇ રહ્યાં છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં કદાચ સલમાન ખાનના ચાહકોની આ ઇચ્છા પણ પૂરી થઇ જશે. સલમાન ખાન અને તેની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતૂરના રિલેશન ધીમેધીમે લોકો સામે આવી રહ્યાં છે. ગત સપ્તાહે બંને લવ બર્ડસ પ્રિતી ઝીંટાના રિસેપ્શનમાં પણ સાથે જોવા મળ્યા હતા. ત્યારથી જ તેમના લગ્નની અટકણો ચાલી રહી છે. ત્યારે સલમાન તેના જન્મદિવસે જ લૂલીયા સાથે લગ્ન કરી શકે છે.

મળતી માહિતી પ્રમાણે સલમાન અને તેની રોમાનિયા ગર્લફ્રેન્ડ આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધને બંધાઇ જશે. સલમાનના ઘરના લોકોએ તેના લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. સલમાનની માતા ઘણા સમયથી ઇચ્છે છે કે તેના પુત્રના લગ્ન થઇ જાય. ત્યારે માતાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને સલમાન આ વર્ષના અંત સુધીમાં લૂલિયા સાથે લગ્ન કરી લેશે તેવી અટકણો પૂર જોશમાં ચાલી રહી છે.

જો આ બાબત સાચી સાબીત થઇ તો સલમાન 27 ડિસેમ્બરે એટલે કે તેના 51માં જન્મ દિવસે લગ્ન કરી લેશે. જો આમ થશે તો ખાન પરિવારમાં ડિસેમ્બરનો મહિનો બેવડી ખુશીઓ લઇને આવશે.

You might also like