સલમાનની ‘ટ્યૂબલાઈટ’અે રિલીઝ પહેલાં જ રૂપિયા ૨૦ કરોડની કમાણી કરી

મુંબઈ: બોલિવૂડના ‘સુલતાન’ સલમાન ખાનની અાગામી ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’અે રિલીઝ પહેલાં જ ૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. મીડિયા રિપોર્ટસની વાત માનીઅે તો અા ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ સોનીઅે ખરીદી લીધા છે. તેના કરતાં પણ મજાની વાત અે છે કે ફિલ્મમાં માત્ર ત્રણ ગીત છે. એવંુ માનવામાં અાવી રહ્યું છે કે ડિરેક્ટર કબીર ખાને જાણી જોઈને ફિલ્મમાં અોછાં ગીતો
રાખ્યાં છે.

સલમાનની અગાઉની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ના મ્યુઝિક રાઈટ્સ સાતથી અાઠ કરોડમાં વેચાયાં હતાં. માત્ર ત્રણ ગીતના દમ પર અા ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ ૨૦ કરોડમાં વેચાવા એક નવો રેકોર્ડ છે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક અાવી રહી છે. ફ્રેન્સમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધતો જાય છે.

મીડિયા રિપોર્ટસની વાત માનીઅે તો અા ફિલ્મમાં શાહરુખ કેમિયો રોલ કરશે. અા એક ડ્રામા ફિલ્મ છે જેનું શૂટિંગ લદ્દાખ અને મનાલીમાં થયું છે. ફિલ્મમાં સલમાન સેનાના એક જવાનની ભૂમિકામાં દેખાય છે.

ઇન્ડો-ચાઈનીઝ પ્રોજેક્ટ ‘ટ્યૂબલાઈટ’નું નિર્દેશન કબીર ખાન કરી રહ્યા છે. કબીર અા પહેલાં પણ સલમાનને લઈને ‘એક થા ટાઈગર’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી ચૂક્યા છે. અા ફિલ્મ અા વર્ષે ઇદના દિવસે રિલીઝ થશે. ફિલ્મમાં સલમાનની સાથે અોમ પુરી, સોહેલ ખાન અને ચાઈનીઝ અભિનેત્રી ઝુઝુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
http://sambhaavnews.com/

You might also like