આસારામે સલમાનના કાનમાં એવું તો શું કહ્યુ કે, ‘દબંગ’ થઇ ગયો ખુશ

બોલિવુડનો સુપરસ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં સિગરેટ પીવાનું છોડી શકે છે. આસારામ બાપૂએ શનિવારે મીડિયા સાથે કરેલી વાતચીતમાં આ જાણકારી આપી છે. આસારામ બાપૂએ જણાવ્યુ કે, ”સલમાન હવે સિગરેટ છોડી દેશે અને કૉફી પીવાનું પણ ઓછું કરી દેશે.”

ઉલ્લેખનીય છે કે, કાળા હરણના મામલા જેલમાં બંદ સલમાન આસારામની બાજુની બેરકમાં હતો સલમાન કોર્ટના નિર્ણયથી તણાવમાં હતો. સલમાનને 5 વર્ષની સજાની સાથે 10000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બેરક નંબર 2માં બંધ કેદી નંબર 106એ ખાવાનું છોડી દીધું હતુ અને જમીન પર જ સૂતો હતો. તણાવમાં હોવાને કારણે સલમાન વારંવાર સિગરેટ પી રહ્યો હતો.

 

તમને જણાવી દઇએ, 2 દિવસ પછી સલમાનને શનિવારે સાંજે જામીન મળી ગયો હતો. કોર્ટે તેમણે કોઇ પણ મંજૂરી વગર દેશ નહીં છોડવાનું કહેવામાં આવ્યું છે, આ સાથે જ આગામી મહિનાની 7મી તારીખે કોર્ટમાં હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

સલમાનની જામીનના સવાલ પર આસારામે કહ્યું કે, દરેકે બહાર આવવું જોઈએ. તમને જણાવી દઈએ કે સલમાનને જામીન મળી ગયા અને તે મુંબઈ પોતાના ઘરે પહોંચી ગયો છે. આસારામને જામીન મળશે કે નહીં તેનો ચુકાદો 25 એપ્રિલના રોજ સંભળાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કાળા હરણના શિકારના મામલામાં જોધપુર સેશન કોર્ટે સલમાનને 5 વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારીને મુક્ત કર્યા હતા. આ કેસ 20 વર્ષ જૂનો છે.

You might also like