અજબ પ્રેમ કી ગજબ કહાની: ‘સલમાને કેટરીનાને આપી હતી ચેતાવણી’

નવી દિલ્હી: સલમાન ખાન અને કેટરીના કેફને લઇને નવો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને કેટરીના કેફને ચેતાવણી આપી હતી કે જો તે તેને છોડીને રણબીર પાસે જાય છે તો એક દિવસ જરૂર પછતાશે. ડેકન ક્રોનિકલના અહેવાલ અનુસાર વર્ષ 2009માં નશાની હાલતમાં સલમાને કેટરીનાને રણબીર સાથે રિલેશનશિપમાં ન જવા માટે કહ્યું હતું.

સલમાને કેટરીનાને કહ્યું હતું કે તે રણબીર સાથે જઇને ભૂલ કરી રહી છે. તે તારું દિલ તોડીને જતો રહેશે. આ બધુ તે સમયની વાત છે જ્યારે કેટરીના કેફે રણબીર કપૂરની સથે ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ કરી હતી. અહેવાલનું કહેવું છે કે સલમાને કેટરીનાને કહ્યું કે તેને છોડીને રણબીર સાથે જઇને એક દિવસ જરૂર પછતાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાની દરમિયાન જ કેટરીના, રણબીર કપૂરના જાદૂમાં બંધાઇ ગઇ હતી.

જો કે તે સમયે રણબીર અને કેટરીનાના રિલેશનશિપની ચર્ચાઓ સમાચારોમાં એટલી બધી છવાયેલી ન હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સલમાન અને કેટરીનાએ ઘણો સમય એકબીજા સાથે વિતાવ્યો અને આ દરમિયાન સલમાને કેટરીનાને પ્રેમ અને ગુસ્સાથી એમ બંને રીતે સમજાવી હતી.

You might also like