પતિએ ‘તેરે નામ’ના સલમાન જેવા વાળ વધાર્યા, પત્નીએ કાપી નાખ્યા

લખનૌ: સલમાન ખાનને ખૂબ જ પસંદ કરનાર એક વ્યક્તિએ ‘તેરે નામ’ સ્ટાઈલની હેરસ્ટાઈલ રાખી. જે તેની પત્નીને પસંદ ન પડી. પતિ રાત્રે સૂઈ ગયો હતો ત્યારે પત્નીએ પતિના વાળ કાપી નાખ્યા. અા વાતથી વિફરેલા પતિએ પત્નીને ખૂબ માર માર્યો. અા બબાલ અાખરે પોલીસ સ્ટેશન સુધી પહોંચી.

નિગોહાનના રામદાસ વિસ્તારમાં રહેતા છેદીલાલે ઘણાં વર્ષોની મહેનત બાદ પોતાના વાળ વધાર્યા હતા. સલમાનની ફિલ્મ તેરે નામમાં તેમને સલમાનની હેરસ્ટાઈલ ખૂબ જ પસંદ પડી હતી. છેદીલાલના મિત્રો પણ તેમને પ્રેમથી સલમાનના નામથી બોલાવવા લાગ્યા હતા. છેદીલાલની સાળી પણ જીજાજીના વાળનાં વખાણ કરતી હતી. જો કે તેની બહેનને પોતાના પતિના વખાણથી કોઈ ખુશી મળતી ન હતી. એક દિવસ જ્યારે છેદીલાલ ઊંઘી ગયા હતા ત્યારે પત્ની રોશનીએ તેમના વાળ કાપી નાખ્યા.

છેદીલાલ ઉંઘમાંથી ઉઠ્યા તો તેમણે પોતાના વાળની હાલત જોઈ. તેમને ખૂબ ગુસ્સો અાવ્યો, ગુસ્સામાં તેમણે રોશનીને માર માર્યો. રોશની ગુસ્સામાં ટ્રેન સામે ઊભી રહી ગઈ. સ્થાનિક લોકોએ તેને ત્યાંથી હટાવી લીધી. રોશનીના પિતાએ છેદીલાલ પર અાત્મહત્યા માટે ઉશ્કેરવાની અને ઘરેલુ હિંસાની ફરિયાદ કરી.

You might also like