સલમાન-યૂલિયાની ઇફ્તાર પાર્ટી, સાથે લીધું ડિનર

મુંબઇઃ બાબા સિદ્દિકીની ઇફ્તાર પાર્ટીમાં સલમાન ખાન હંમેશા ગેસ્ટ ઓફ ઓનર રહે છે. પરંતુ આ વખતે પાર્ટીમાં સલમાન સાથે તેની બહેનો અલવીરા અને અર્પિતા સાથે પતિ આયુષ અને પુત્રા આહિલ પણ હતા. આ પાર્ટી ફાઇવ સ્ટાર હોટલમાં હતી. ત્યારે પોતાની ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ઇન્જોય કર્યા પછી સલમાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. સલમાને પોતાની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર સાથે ધ કોર્નર હાઉસમાં ક્વોલિટી ટાઇમ વિતાવી સાથે ડિનર પણ લીધું હતું.

મળતી માહિતી પ્રમાણે સલમાન આ પાર્ટીમાં યૂલિયાને લઇને આવવાનો હતો. પરંતુ પ્રિતી ઝિન્ટાના રિસેપ્શનમાં મળેલા એટેન્શનના પગલે સલમાને યૂલિયાને સાથે લઇને આવવાનું ટાળ્યું હતું. સલમાન અને યૂલિયાને લઇને મીડિયામાં અવનવા સમાચાર આવતા રહે છે. ત્યારે પોતાના સંબંધોને લઇને સિરિયસ એવા સલમાન ખાન મીડિયાથી યૂલિયાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેને પગલે બને ત્યાં સુધી બંને જણા એક સાથે જાહેરમાં મળવાનું ટાળી રહ્યાં છે.

You might also like