40 વર્ષ બાદ સલમાન બદલશે નવું ઘર

મુંબઇઃ સલમાન ખાનના બાન્દ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટના ઘર વિશે તો સૌ કોઇ જાણે છે. સલમાન 40 વર્ષથી પરિવાર સાથે આજ ઘરમાં રહે છે. જો કે હવે તે નવા ઘરમાં શિફ્ટ થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ સલમાન ખાન હવે ગેલેક્સી સ્થિત તેનું જૂનુ ઘર છોડી નવા ઘરમાં શિફ્ટ થવા જઇ રહ્યો છે.

સૂત્રનું માનીએ તો આખો પરિવાર નવા ઘરમાં શિફ્ટ થવાનો છે. બાન્દ્રાના લિંકિંગ રોડ પર સલમાને નવું ઘર લીધું છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડીને સલમાન લિટલ સ્ટાર નામની બિલ્ડીંગમાં શિફ્ટ થવાનો છે. ખાન પરિવારે આ આખો ટાવર ખરીદી લીધો અને તેના રી-ડેવલોપિંગ બાદ તમામ લોકો આ બિલ્ડીંગમાં રહેવા માટે જશે.

જોકે સલમાને ગેલેક્સી એપાર્ટમેન્ટ વેચ્યો નથી, પણ ટૂંક સમયમાં જ લિટલ ટાવર તેનું નવું એડ્રેસ બની જશે. 4 દાયકા પહેલા સલમાન  અને તેનું ફેમિલી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયું હતું. સલમાન પોતાના પેરેન્ટ્સ સલીમ ખાન, સલમા ખાન, હેલન, ચારેય ભાઈ બહેન અરબાઝ-સોહૈલ, અલ્વિરા-અર્પિતા સાથે આ ઘરમાં રહેતો હતો. જોકે અરબાઝ-સોહૈલ, અલ્વિરા-અર્પિતા લગ્ન બાદ નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે.

You might also like