સલમાને શેર કર્યો એવો video, તમે આજ સુધી નહીં જોયો હોય

સલમાન ખાને તાજેતરમાં જ એની 51મી બર્થ ડે ઉજવી છે. એ દરમિયાન તેમણે એક એપ્લીકેશન લોન્ચ કરી હતી જેનું નામ ‘Being IN Touch’ હતું. હવે આ એપ્લીકેશન દ્વારા સલમાન ખાનએ પોતાના ચાહકોને ખૂબ જ દુર્લભ ભેટ આપી છે.

સલમાને પોતાની આ એપ્લીકેશનથી એક વીડિયો શેર કર્યો છે જે તમને ક્યાંય જોવા મળશે નહીં. આ વીડિયોમાં બોલીવુડના જૂના જમાનાના ઘણા જૂના કલાકારો ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં દિલીપ કુમાર બેટ સાથએ જોવા મળી રહ્યા છે, તો આઇ એસ જોહર, શશિ કપૂર, શોભા ખોટે, જોની વાકર, જીવન અને શો મેન રાજ કપૂર પણ જોવા મળી રહ્યા છે. સાથે ઘણી હીરોઇનો ફીલ્ડીંગ કરતી જોવા મળી રહી છે.


70ના દશકના ઘણા સ્ટોર્સ ઓડિયન્સમાં બેસીને ક્રિકેટની મજા માણતાં જોવા મળી રહ્યા છે. સલમાનની આ સરપ્રાઇઝ વીડિયો જોઇને ચાહકો ખૂબ જ ખુશ છે. આ વીડિયો કદાચ જ તમે જોઇ શકતાં.

જણાવી દઇએ કે સલમાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન સાથે ચાઇનીઝ અભિનેત્રી ઝુઝુ જોવા મળી રહી છે. કબીર ખાન ટ્યૂબ લાઇટને નિર્દેશિત કરી રહ્યા છે.

You might also like