સલમાનની સજા ઉપર પણ છવાયો તૈમુર, જાણો શું છે કનેક્શન ?

હરણના કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને અન્ય આરોપીઓ સહીત સૈફ અલી ખાનને નિર્દોષ જાહેર કરાયો છે, ત્યારબાદ સૈફ અને તેના દીકરા તૈમુર વિશે સોશિયલ મીડિયા પર મજાક શરૂ થઈ છે.

એક યુઝરે લખ્યું હતું કે, ‘સૈફને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે કારણ કે, તૈમુરે ગઈકાલે ન્યાયાધીશને ધમકી આપી હતી કે જો સૈફને નિર્દોષ ના ઠેરવ્યા તો……’ એક વપરાશકર્તાએ લખ્યું છે કે, ‘ચાલો ઓછામાં ઓછા બ્લેકબેગના પૌત્રોને તો ન્યાય મળ્યો’.

એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તૈમુર સૈફને કહી રહ્યો છે કે, ‘મેં કહ્યું હતું ને મારે અને ન્યાયાધીશને સેટિંગ છે, જવાબમાં સૈફ કહે છે, આભાર’. એક અન્ય ટ્વીટમાં જોવા મળ્યું હતું કે, ‘છેલ્લે સાબિત થયું કે હરણ આત્મહત્યા કરી ન હતી’.

સલમાન ખાનને જોધપુરની સ્થાનિક અદાલતે પાંચ વર્ષ જેલની સજા ફટકારી છે, સાથે તેને 10,000નો દંડ પણ ચૂકવવા પડશે. સજા ત્રણ વર્ષથી વધુ છે તેથી તેને જામીન માટે ઉચ્ચ અદાલતમાં જવું પડશે. આનો અર્થ એ થયો કે સલમાનને જોધપુર જેલમાં આજની રાત ગુજારવી પડશે, કારણ કે સેશન કોર્ટમાં તેના જામીનના અરજી સુનાવણી કાલે થશે.

ઉલ્લેખનીય છે કે, જો સલમાનને ત્રણ વર્ષ કરતાં ઓછી સજા ફટકારવામાં આવી હોત તો તેને મુખ્ય અદાલતી મેજિસ્ટ્રેટ કોર્ટમાં જમાનત થઇ ગઈ હોત, અને તે ગુનેગાર હોવા છતાં ઘરે જઈ શક્યો હોત, પરંતુ CJM દેવ કુમાર ખત્રીએ તેને પાંચ વર્ષની સજા સંભળાવી છે. એનો અર્થ એ છે કે, તેમને CJM કોર્ટથી જ જમાનત મળી શકે તેમ નથી કારણ કે, તેને મળેલી સજાનો સમય વધારે છે. મળતી માહિતી મુજબ સલમાનના વકીલોએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી છે.

You might also like