રેપના નિવેદન પર ન ઝૂક્યો સલમાન, NCWને આપ્યો કાંઇક આવો જવાબ

મુંબઇઃ રેપ વાળા નિવેદન પર સલમાને બુધવારે મહિલા આયોજને જવાબ આપ્યો છે. સલમાન તેના અયોગ્ય નિવેદન પર હજી પણ ઝૂક્યો નથી. રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ લલિતા કુમારમંગલમે જણાવ્યું છે કે સલમાન ખાને NCWને આપેલા જવાબમાં માફી માંગી નથી. સલમાન ખાને મહિલા આયોગને જે જવાબ આપ્યો છે કે તેની સામે NCWની કાયદાકીય ટીમ જવાબ આપશે.

સલમાને તેની આગામી ફિલ્મ સુલ્તાનના શુટિંગના થાકને રેપ વિક્ટિમ મહિલા સાથે સરખાવ્યો હતો. સલમાનના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો હતો અને સલમાન તેના આ નિવેદનની માંફી માંગે તેવી માંગ પણ ઉપડી છે. વિવાદો વચ્ચે ઘેરાયેલા સલમાને આજે મહિલા આયોગ સામે પોતાનો પક્ષ રજૂ કરવાનો હતો.

You might also like