સલમાનને કાળા હરણ મામલે મળી રાહત

મુંબઇઃ કાળા હરણના શિકાર મામલે સલમાન ખાનને મોટી રાહત મળી છે. રાજસ્થાન હાઇકોર્ટે જણાવ્યું છે કે જે છરા સલમાન ખાનના રૂમમાં પ્રાપ્ત થાય છે તે અને જે છરા સલમાનની ગાડીમાંથી મળ્યા છે તે અલગ અલગ છે. કોર્ટે જણાવ્યું છે કે સબુત માટે જે છરા રજૂ કરવામાં આવ્યા છે તે મેળખાતા નથી. સાથે ચપ્પૂ એટલુ નાનુ છે કે તેનાથી હરણને કાપી શકાય નહીં. વનવિભાગે દાવો કર્યો છે કે શિકાર કરવા માટે જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે છરા સલમાન અને સેફ અલીના રૂમમાં અને જીપમાંથી પ્રાપ્ત થયા છે.

પરંતુ જ્યારે કોર્ટમાં તે રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટે કર્યું કે તે અલગ અલગ છે અને ચપ્પૂ પણ ખુબ જ નાનુ છે. સલમાનાના વકિલે આ મામલે જણાવ્યું છે કે આ છરાથી હરણનો શિકાર ન થઇ શકે. જે છરા બતાવવામાં આવ્યા છે તે પણ અલગ છે. સલમાનને આ મામલે ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. સાથે જ વનવિભાગે જે ચપ્પૂ રજૂ કરીને જણાવ્યું છે કે તેનાથી સલમાને હરણની ગરદન કાપી હતી અને તેની સ્કિન ઉતારી હતી. પરંતુ તે એક પોકેટ ચપ્પુ હતું. તેનાથી ગરદન કાપવી શક્ય નથી.

ઉલ્લેખનિય છે કે હરણના શિકારમાં નીચલી અદાલતે સલમાનને 5 વર્ષની સજા ફટાકારી છે. ત્યારે જોધપુર હાઇકોર્ટમાં સલમાને જમાનત પ્રાપ્ત કરી છે. આ કેસની આગામી સુનાવણી 10 મેના રોજ થશે.

You might also like