સલમાને લોન્ચ કરી “Sultan:The Game”

મુંબઇઃ બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ માટે એક ખુશબર છે. હાલમાં જ “સુલ્તાન”ની મોબાઇલ ગેમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં તમે સલમાનની જેમ અખાડામાં કુસ્તી લડી શકશો. ફિલ્મ “સુલ્તાન”ના નિર્માતા એ ફિલ્મના પ્રમોશન માટે એક ગેમ એપ “સુલ્તાનઃ ધ ગેમ” લોન્ચ કર્યું છે. આ ફિલ્મને યશ રાજ ફિલ્મના સહયોગથી 99 ગેમ્સ દ્વારા બનાવવામાં આવી છે. સલમાને ટવિટર પર આ ગેમની લિંક શેયર કરી છે. જેનાથી તેમના ફેન્સ તેને સરળતાથી ડાઉનલોડ કરી શકશે.

આ સાથે જ તેણે કેપ્શન લખી છે કે સુલ્તાન માત્ર એક ગેમ નથી, પરંતુ આ એક સાહસિક રમત છે.

સુલ્તાન ફિલ્મ એક હરિયાણી પહેલવાન સુલ્તાન અલી પર આધારીત છે. હાલમાં લોન્ચ થયેલી આ ગેમને તમે ગુગલ પ્લે સ્ટોર દ્વારા બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો.

You might also like