સલમાને શેર કર્યું ‘ટ્યૂબલાઇટ’નું પોસ્ટર

મુંબઇ: ટીઝર બાદ સલમાનની ફિલ્મ ટ્યૂબલાઇટનું પોસ્ટર પણ સામે આવી ગયું છે. સલમાને ફિલ્મનું પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે ક્યા તુમ્હે યકીન હે તો બેક હિજ બેક. પહેલા ટીઝર અને પોસ્ટર…એની સાથે એવી આશા વ્યક્ત કરી શકાય છે કે ફિલ્મથી જોડાયેલી બીજી ચીજવસ્તુઓ જલ્દીથી સામે આવશે.

ફિલ્મ ઇદ પર રિલીઝ થનાર છે. ‘ટ્યૂબલાઇટ’નું ટિઝર મંગળવારે રિલીધ કરી દેવામાં આવ્યું હતું. એને ફિલ્મ નિર્દેશક કબીર ખાન પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યું હતું. કબીરે ટીઝર શેર કરતાં એમાં લખ્યું છે કે ઇદ મનાવો, ટ્યૂબલાઇટની સાથે. સલમાન એમાં એક ફોજીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.


જણાવી દઇએ કે ફિલ્મ ભારત-ચીન યુદ્ધ પર બનેલી એક લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે ચાઇનીઝ અભિનેત્રી ઝૂ ઝૂ લીડ અભિનેત્રીના રોલમાં છે. કબીર ખાન અને સલમાન ખાનએ 2015માં એક સાથે હિટ ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ બનાવી હતી. આ પહેલા પણ બંનેએ 2012ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એક થા ટાઇગર’ પણ બનાવી હતી. આ ફિલ્મ આ વર્ષે ઇદમાં રિલીઝ થનાર છે.

http://sambhaavnews.com/

You might also like