સલમાને રિલીઝ કર્યું SRK ની ફિલ્મનું પોસ્ટર

મુંબઇ: શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની જોડી ત્રીજી વખત બની રહી છે. જો કે આ વખતે ક્રેડિટ જાય છે ઇમ્તિયાઝ અલી ને જે આ બંનેને સાથે લાવી રહ્યા છે, શાહરૂખ ખાનની આગળની ફિલ્મનું પોસ્ટર સલમાને રિલીઝ કર્યું છે.

જી હાં હાલમાં બોલીવુડના બંને મોટા સ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનની મિત્રતા હવે વધારે સારી થઇ ગઇ છે. એટલે તો સલમાને પોતાના મિત્ર શાહરૂખની આવનારી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. સાથે ફિલ્મની તારીખ માટે પણ જણાવ્યું છે. સલમાને અનુષ્કા શર્મા અને શાહરૂખની આવનારી ફિલ્મનું પોસ્ટર ટ્વિટર દ્વારા રિલીઝ કર્યું છે. એની સાથે જ તેણે લખ્યું છે કે, ‘એસઆરકેની ફિલ્મ આવી રહી છે. તારીખ મેં નક્કી કરી લીધી છે. ટાઇટલ તમે લોકો ડિસાઇડ કરી દો. અનુષ્કા અને ઇમ્તિયાઝ અલીને શુભેચ્છાઓ.’

ત્યારબાદ શાહરૂખે પણ ટ્વિટ કરીને જવાબ આપ્યો.


ત્યારબાદ શાહરૂખે એક વધારે ટ્વિટ કર્યું.


બંનેની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો સલમાન જલ્દીથી ટ્યૂબલાઇટ ફિલ્મમાં જોવા મળશે. તો શાહરૂખ ખાનની હાલમાં ડિયર જીંદગી રિલીઝ થઇ છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસપોન્સ મળી રહ્યો છે.

home

You might also like