સુલ્તાને આપ્યું વિવાદીત નિવેદન, શૂટિંગનો થાક ગણાવ્યો રેપ વિક્ટિમ જેવો

મુંબઇઃ ફિલ્મ સુલ્તાનના શૂટિંગને લઇને સલમાન ખાને એક વિવાદિત નિવેદન આપ્યું છે. સલામને કહ્યું છે કે સુલ્તાનની શૂટિંગનો થાક એક રેપ વિક્ટિમ જેવો છે. એક્ટરના આ નિવેદનની બીજેપી નેતા શાયના એન્સી ખૂબ જ ટીંકા કરી છે. તેમણે કહ્યું છે કે સલમાને આ રીતના નિવેદન પર માંફી માંગવી જોઇએ.

સલમાને હાલમાં જ એક ઇન્ટરવ્યુંમાં એવું નિવેદન આપ્યું છે કે સુલ્તાનની ટ્રેનિંગ, ધૂળ-માટીમાં શૂટિંગ, એક્શન દ્રશ્યોનું શુટિંગ.. આ બધાની વચ્ચે ખૂબ જ થાક લાગે છે. આ બધી પ્રક્રિયામાં એવો થાક લાગે છે કે એક રેપ પીડિતા જેવો અહેસાસ થાય છે.

સલમાનને વધુમાં જણાવ્યું કે મારા માટે રિંગમાં લડાઇ લડવી એક મુશ્કેલ કામ હતું. એક દિવસ અમારે સતત છ કલાક માટે શૂટિંગ કરવાનું હતું. તે સમયે ગ્રાઉન્ડમાં મારે ખૂબ જ મહેનત કરવી પડી હતી. મારા માતે તે સરળ ન હતું. મારે તે દિવસે 120 કિલોના એક વ્યક્તિને 10 અલગ અલગ એગ્લથી પછાડવાનો હતો. મને પણ ઘણી વખત ગ્રાઉન્ડ પર પછાડવામાં આવ્યો હતો. જ્યારે શૂટિંગ પૂરૂ કરીને રિંગની બહાર નિકળી રહ્યો હતો. ત્યારે મને એવું લાગ્યું કે હું એક એવી મહિલા છું જેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. હું સીધો ચાલી પણ ન હતો શકતો. મેં ત્યાર બાદ થોડુ ખાધુ, થોડો આરામ કર્યો અને પાછો ટ્રેનિંગ માટે ચાલ્યો ગયો.

You might also like