સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી

મુંબઇ: એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ફિલ્મ સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મુંબઇ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું હતું કે ગત 16 ફેબ્રુઆરીના પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે ફોન આવ્યો હતો.

પોલીસને શંકા છે કે આ એક ફેક કોલ હતો અને તેને લઇને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે હજુ સુધી કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. પરંતુ તેમછતાં પોલીસે કેસમાં કોઇ નરમાઇ રાખવા માંગતી નથી. પોલીસે તે જગ્યા શોધી કાઢી છે જ્યાંથી ફોન આવ્યો હતો.

You might also like