રેસ 3ની શૂટીંગ માટે કાશ્મીર પહોંચ્યો સલમાન, મેહબુબા મુફ્તીને મળ્યો

સલમાન ખાન રેસ 3ના શૂટિંગ માટે કાશ્મીરમાં પહોંચ્યા હતા. આ રેમો ડી’સોઝા દ્વારા નિર્દેશિત એક એક્શન રોમાંચક ફિલ્મ છે. આ દરમિયાન, સલમાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીને પણ મળ્યા હતા. આ દરમિયાન સલમાનના બોડીગાર્ડ શેરા પણ તેની સાથે હાજર હતા.

ફિલ્મના નિર્માતા રમેશ તુરાનીએ એક ફોટો શેર કર્યો છે જેમાં મહેબુબા મુફ્તી, સલમાન ખાન અને તેમના અંગરક્ષક શેરા દેખાય રહ્યા છે. સમાચારમાં જાણવા મળી રહ્યું છે કે, જમ્મુ સરકારે સલમાન ખાનનું સ્વાગત કર્યું હતું. રમેશે કેપ્શનમાં લખ્યું હતું કે, “અમે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીનો આભાર માનીએ છીએ, જેમણે અમારૂં સ્વાગત કર્યું હતું. અમે ફિલ્મ રેસ 3ના છેલ્લા ભાગને શૂટ કરવા માટે અહીં આવ્યા છીએ.”

 

અહેવાલો અનુસાર, સલમાનની રેસ 3ના મલ્ટિ સ્ટારર કાસ્ટ સાથે છેલ્લું ગીતને શૂટ કરવા માટે ફિલ્મની આખી ટીમ સાથે સોમવારે શ્રીનગર પહોંચ્યો હતો. અહીં સલમાન મહેબુબા મુફ્તી સાથે તેમના નિવાસસ્થાને એક કલાક માટે વાત કરી હતી. આ પછી તેમણે સોનમર્ગ માટે રવાના થઈ ગયા હતા. જ્યારે 3 વર્ષ પહેલાં પહેલગામમાં બજરંગી ભાઈજાનની શૂટિંગ માટે સલમાન કાશ્મીર પહોંચ્યો હતો.

એક સૂત્રના જણાવ્યા મુજબ, ફિલ્મના છેલ્લા ભાગનું શૂટીંગ કરવા માટે લદાખ જવા પહેલાં, ગીતના કેટલાક ભાગોને રિસોર્ટ-ટાઉનમાં ફિલ્માવવામાં આવશે. શૂટિંગ દરમ્યાન જમ્મુ અને કાશ્મીરની પોલીસ અને પ્રવાસન વિભાગે દરેક જગ્યાએ ખાસ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

રેસ 3માં સલમાન ખાન, જેક્વેલિન ફર્નાન્ડીઝ, અનિલ કપૂર, ડેઝી શાહ, બોબી દેઓલ અને શકીબ સલીમ જેવા શ્રેષ્ઠ કલાકારોનો સમાવેશ થાય છે. રેસ 3 સલમાન ખાન ફિલ્મ્સ અને રમેશ તૌરાની દ્વારા બનાવવામાં આવી રહી છે. તે ટિપ્સ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. ફિલ્મ ઇદના પ્રસંગે રજૂ થશે. રેમો ડી’સોઝા તેનું નિર્દેશન કરૂ રહ્યા છે.

You might also like