સલમાનના બળાત્કારના નિવેદન પર શાહરૂખે આપ્યો આવો જવાબ

મુંબઇઃ સલમાન ખાનની બળાત્કાર સંબંધિત ટિપ્પણીને લઇને થયેલા વિવાદ બાદ શાહરૂખ ખાને કહ્યું કે તે બીજા કોઇના નિવેદન પર કોઇ પણ પ્રકારનો નિર્ણય આપી શકે નહીં. શાહરૂખને પૂછવામાં આવ્યું કે સલમાને તેની ટિપ્પણી પર માંફી માંગવી જોઇએ કે નહીં.

તો શાહરૂખે કહ્યું કે છેલ્લાં કેટલાક વર્ષોમાં મેં જોયું છે કે મેં પોતે પણ કેટલીક અયોગ્ય ટિપ્પણીઓ કરી છે. તેથી મને નથી લાગતું કે હું કોઇની ટિપ્પણી પર કોઇ નિર્ણય કરી શકું. ફિલ્મ જગતમાં કંગના રનૌત, અનુરાગ કશ્યપ, જોયા અખ્તર અને સોના મહાપાત્ર જેવી જાણીતી હસ્તીએ સલમાનના નિવેદનની ટીકાઓ કરી હતી.

તો બીજી તરફ અરબાઝ ખાન, સોનુ સૂદ અને સુભાષ ઘાઇ જેવા લોકોએ સલમાનના બચાવમાં આવ્યાં હતા. શાહરૂખ ખાને કહ્યું છે કે અહીં પક્ષ લેવાની કે ન લેવાની કોઇ જ વાત નથી. હું પોતે ઘણું બોલું છું. તેથી જ એ નિર્ણય લેવો જોઇએ કે કોઇ શું કરશે. તેમણે કહ્યું જે લોકો કાંઇક કરવા માંગે છે. તેમણે જાતે નિર્ણય કરવો જોઇએ. અંગત રીતે મને એવું લાગે છે કે મારે કોઇ જ ટિપ્પણી ન કરવી જોઇએ. હું મારા સ્તર પર ખુશ છું.

 

You might also like