સલમાન બન્યો નંબર વન

શાહરુખ ખાન પોતાની કરિયરના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ‘દિલવાલે’ અને ‘ફેન’ના નબળા પ્રદર્શનના કારણે તેનું સિંહાસન ડોલવા લાગ્યું છે. હવે તો તેને પોતાની ફિલ્મ માટે યોગ્ય ડેટ્સ પણ મળી રહી નથી. તેની સામે કોઇ પણ વ્યક્તિ પોતાની ફિલ્મ રિલીઝ કરવાથી ગભરાતી નથી. દિવાળી જેવા તહેવારો પર શાહરુખ ખાન સોલો રિલીઝ ઇચ્છે છે, પરંતુ એવું થઇ રહ્યું નથી. આવા સમયે શાહરુખને પોતાના ખાસ દોસ્ત અને સુપરહિટ ફિલ્મ નિર્દેશક આદિત્ય ચોપરાની યાદ આવી. શાહરુખ સતત આદિત્ય સાથે વાત કરી રહ્યો છે કે તે શાહરુખને લઇને એવી કોઇ ફિલ્મ બનાવે, જેના કારણે તેની સ્થિતિ મજબૂત થાય.

આદિત્ય પણ શાહરુખ માટે આવી સ્ક્રિપ્ટ શોધી રહ્યો છે. આ બધાની વચ્ચે આદિત્યએ સલમાનને લઇને ‘ટાઇગર જિંદા હૈ’ ફિલ્મની જાહેરાત કરી દીધી છે અને શાહરુખ દંગ રહી ગયો. શાહરુખને આશા હતી કે આદિત્ય તેને લઇને કોઇ ફિલ્મની જાહેરાત કરશે, પરંતુ આદિત્યએ સલમાનની સાથે ફિલ્મની જાહેરાત કરી અને શાહરુખ હાથ મસળતો રહી ગયો. સલમાન હાલમાં ‘ટ્યૂબલાઇટ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત તેની પાસે ઘણી બધી ફિલ્મોની ઓફર પડેલી છે. સા‌િજદ નડીઆદવાલા પણ ‘કિક-ર’ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે. સલમાન અને સા‌િજદ વચ્ચે સારી મિત્રતા છે.

આદિત્યએ પોતાનું કામ એટલું ગૂપચૂપ રીતે કર્યું કે તેની કોઇને ગંધ પણ ન આવી. ‘એક થા ટાઇગર’ની સિક્વલ ‘ટાઇગર જિંદા હૈ’નું પ્લાનિંગ કરી દીધું હતું. ‘સુલતાન’ રિલીઝ થઇ અને તેણે ટાઇગરવાળો આઇડિયા સલમાનને કહ્યો. સલમાનને પણ તે પસંદ પડ્યો અને તેણે એ ફિલ્મ કરવાની હા કહી દીધી. સલમાનની આ ફિલ્મમાં કેટરીના કૈફ પણ હશે. •

You might also like