સલમાન પોતાની એક્સ ગર્લફ્રેન્ડને લઇને ફિલ્મ બનાવશે !

મુંબઇ: બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન બાર્બી ગર્લ કેટરિના કૈફને લઇને ફિલ્મ બનાવે તેવી ચર્ચા ચાલી રહી છે. સલમાન ખાનને કેટરિનાનો ગોડ ફાધર માનવામાં આવે છે. તાજેતરમાં કેટરિનાની કોઇ ફિલ્મ હિટ નથી થઇ રહી. તાજેતરમાં જ કેટરિનાની ફિતૂર ફિલ્મ આવી હતી તેમજ તે પહેલાં તેણે ફેંટમ ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઇ ખાસ હિટ થઇ નહોતી. તેથી સલમાન ખાન હવે ફરી એક વખત કેટરિના માટે ગોડ ફાધર બનવા જઇ રહ્યો છે.

મળેલી માહિતી અનુસાર કેટરિના માટે સલમાન ખાને એક ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. જો બધુ બરાબર ચાલશે તો કેટરિના માટે આનાથી મોટી વાત બીજી કોઇ નહીં હોય.

You might also like