આ એક્ટરે કરણને ઘૂંટણીયે બેસાડી રડાવ્યો

મુંબઇઃ હાલમાં જ નેહા ધૂપિયાના એક ટોક શોમાં કરણ જોહરે એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. વાત છે કરણ જોહરના કરિયરની શરૂઆતના દિવસોની, તેની ડેબ્યુફિલ્મ “કુછ કુછ હોતાહે”ની કે જેમાં સલમાન ખાન કૈમિયો રોલ કરી રહ્યો હતો.

સલમાન આ ફિલ્મમાં “સાજન જી ઘર આયે..”માં સૂટ પહેરવાની ના પાડી દીધી હતી.  સલમાને કરણને કહ્યું હતું કે તે આ લગ્નવાળા સિનમાં સફેદ રંગની ટી શર્ટ અને જીન્સમાં એન્ટ્રિ કરશે. જે નવો ટ્રેન્ડ પડશે, કારણકે અત્યાર સુધી દુલ્હનને આ અંદાજમાં કોઇએ જોઇ નહીં હોય.

કરણ જોહરને લાગ્યું કે સલમાન મજાક કરી રહ્યો છે.  પરંતુ જ્યારે સલમાને સૂટ પહરેની ના પાડી દીધી તો સલમાન સામે કરણ ઘૂંટણીએ પડીને રડી પડ્યો હતો. જોકે સલમાન પાછળથી કરણને રડતો જોઇને તેની વાત માની ગયો હતો. પણ એક વખત તો સલમાને કરણનના હોશ ઉડાડી દીધા હતા. આગામી 28 ઓક્ટોમ્બરે કરણ જોહરની ફિલ્મ એ દિલ હે મુશ્કિલ રિલીઝ થવા જઇ રહી છે. જ્યારે સલમાન ખાન ફિલ્મ ડ્યુબલાઇટના શૂટિંગમાં વ્યસ્ત છે.

You might also like