સલમાને આ કારણે ઉતાર્યું 17 કિલો વજન

મુંબઇઃ સલમાન ખાને ફિલ્મ સુલ્તાનમાં ખૂબ જ વજન વધાર્યું હતું. ત્યાર બાદ તેણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઇટનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને કોઇ જ વજન ઘટાડવાની કે વધારવાની જરૂર ન હતી. હવે ટ્યુબલાઇટ ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે, અને હવે સલમાન ‘એક થા ટાઇગર’ની સિક્વલ ટાઇગર જિંદા હેનું શૂટિંગ કરવા જઇ રહ્યો છે.

સલમાન ઓસ્ટ્રિલાયમાં 15 માર્ચથી શૂટિંગ શરૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પરફેક્ટ બોડી માટે સલમાને વજન ઉતારવાની જરૂર પડી હતી. તેણે 17 કિલો વજન ઉતાર્યું છે. સલમાને રેમો ડિસૂઝાની ડાન્સ ફિલ્મ માટે પણ બોડી ફિટ કરવાની હતી. તેથી તેણે પોતાનું વજન ઉતાર્યું છે.

http://sambhaavnews.com/

You might also like