સલમાનના વકીલને મળી જાનથી મારી નાખવાની ધમકી

મુંબઇઃ કાળા હરણના શિકાર મામલે સલમાન ખાના વકીલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ તેમને ધમકી હરણના શિકાર મામલે સલમાને મુક્ત કરાવવાના કારણે એક ઇન્ટરનેશનલ ગેંગ તરફથી  મળી છે. વકીલ એચ.એમ. સારસ્વતે બે દિવસ પહેલાં દાવો કર્યો છે કે તેમને ફોન કરનાર વ્યક્તિએ પોતાને ઇન્ટરનેશન ગેંગસ્ટાર ગણાવ્યો છે. ધમકી આપનારે કહ્યું છે કે તેઓ આર્મ્સ એક્ટ હેઠળ સલમાન ખાનના મુક્ત થવાથી ખુશ નથી.

ફોન કરનાર વ્યક્તિએ તેમને ગંભીર પરિણામ ભેગવવાની તૈયારી દર્શાવી છે. સાથે જ એવી પણ ધમકી આપી છે કે તેને હવે કોઇ જ બચાવી શકશે નહીં. સાસ્વતે આ મામલે ફરિયાદ પોલીસને કરી છે. ત્યાર બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હથિયારધારી પોલીસ તેમની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યાં છે. આ મામલે પોલીસ કમિશ્નર અશોક રાઠોડે કહ્યું છે કે તેમની સુરક્ષા માટે અમે શસ્ત્રધારી પોલીસ આપ્યા છે. સાથે જ આ મામલે તપાસ પણ ચાલી રહી છે. સાસ્વતે દાવો કર્યો છે કે તે જ વ્યક્તિએ તેમને ફોન કર્યો હતો તે જ વ્યક્તિએ સલમાનને ફોન કર્યો હતો અને પૈસાની ડિમાન્ડ કરી છે. જેના માટે સલમાને ના પાડી દીધી હતી.

http://sambhaavnews.com/

You might also like