30 વર્ષમાં ફર્સ્ટ ટાઇમ સલમાનનાં પરિવારથી બોલીવુડમાં એન્ટ્રી કરશે આ છોકરી

સલમાન ખાન આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ “ભારત”નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ બિગ બોસ સીઝન 12ને પણ હોસ્ટ કરી રહેલ છે. એવામાં સલમાનની ફેમિલીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. આમ તો સલમાન ખાન અનેક હીરો અને હિરોઇનને લોન્ચ કરી ચૂકેલ છે પરંતુ હવે તો પોતાની ભાણી અલિઝા અગ્નિહોત્રીને લોન્ચ કરવા જઇ રહેલ છે.

અલિઝા, સલમાનની બહેન અલવિરા અને જીજાજી અતુલ અગ્નિહોત્રીની દીકરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન અલિઝાને પોતાની જ હિટ ફ્રેન્ચાઇઝી “દબંગ-3″માં લોન્ચ કરશે. જેથી અલિઝા ડાન્સ અને એક્ટિંગ ક્લાસિસમાં જઇ રહી છે.

એવામાં બોલીવુડ લાઇફ ડોટ કોમનાં રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે અલિઝા બોલીવુડમાં ડેબ્યૂની તૈયારી કરી રહી છે પરંતુ તે “દબંગ-3″માં એક્ટિંગ નહીં કરે. સલમાન અલિઝાને માટે એક પરફેક્ટ લોન્ચ ઇચ્છીએ છીએ અને આનાં માટે સ્ક્રિપ્ટ્સ વાંચી રહ્યાં છે.

તાજેતરમાં જ સલમાને પોતાનાં જીજાજી આયુષ શર્માને ફિલ્મ “લવરાત્રિ” દ્વારા લોન્ચ કર્યો હતો. જો કે ફિલ્મ બોક્સઓફિસ પર કોઇ ખાસ કમાલ નથી દેખાડી શકી. હવે સલમાન પોતાની ભાણીને લોન્ચિંગ કરવામાં કોઇ કસર નહીં છોડવા ઇચ્છતો.

અલિઝાને મોટે ભાગે સામાન્ય રીતે ફેમિલીનાં ફંક્શનમાં જોવામાં આવે છે. તે ક્યારેય વેસ્ટર્ન તો ક્યારેક ઇન્ડિયન ડ્રેસમાં નજરે આવે છે. અલિઝા સુંદરતાની સાથે વધારે બોલ્ડ પણ છે. જો કે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી.

You might also like