સલમાન અને કેટરીના વધુ એક ફિલ્મ કરશે સાથે

મુંબઇઃ સલમાન ખાનના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. એ વાત તો તમને ખ્યાલ હશે કે સલમાન ખાન અને કેટરીના કેફની જોડી ટાયગર જિંદા હેંમાં એક સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ 2012ની ફિલ્મ એક થા ટાયગરની સીક્વલ છે. બંને ફિલ્મના ફસ્ટ હાફનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં પૂરૂ કર્યું છે. આ સાથે વધુ એક સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો માહોલ આ એક્શન કપલને એટલો ગમી ગયો છે કે બંને વધુ એક ફિલ્મ સાથે કરવાના પ્લાનિંગમાં છે.

જી હા સલમાન અને કેટરીના ટાઇગર જિંદા હે બાદ ફરી એક વખત સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. સલમાન અને કેટરીના સલમાનના જીજા અતુલ અગ્નિહોત્રીની આગામી ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આજ વર્ષે જૂનની આસપાસ શરૂ થવાનું છે. ત્યારે સલમાન અને કેટરીનાના ફેન્સ માટે આ ડબલ ડોઝ સાબિત થશે. ડિસેમ્બરમાં ફિલ્મ ટાયગર જિંદા હે રીલિઝ થશે જ્યારે તેના થોડા મહિના પછી આ ફિલ્મને રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.

http://sambhaavnews.com/

You might also like