સલમાન ખાનને લઇને કેટરીના કૈફે આપ્યું કંઇક આવું નિવેદન

કેટરીના કૈફ લગભગ છેલ્લાં ત્રણ વર્ષથી બોક્સ ઓફિસ પર સફળતા માટે તરસી રહી છે. ૨૦૧૪માં તેની ઋત્વિક રોશન સાથેની એક્શન ફિલ્મ ‘બેંગ બેંગ’ ખાસ ઉકાળી શકી નહોતી. બીજી તરફ સૈફ અલી ખાન સાથેની ‘ફેન્ટમ’ પણ એવરેજ સાબિત થઈ. ત્યાર બાદ આવેલી ‘ફિતૂર’ અને ‘બાર બાર દેખો’ ઉપરાંત ‘જગ્ગા જાસૂસ’થી પણ કેટને મોટી આશા હતી, પરંતુ આ બધી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર જાદુ ચલાવી શકી નહીં.

કેટરીના હવે પછીના મેગા પ્રોજેક્ટમાં સલમાન ખાન, શાહરુખ ખાન જેવા સ્થાપિત કલાકારો સાથે આવી રહી છે. કેટરીના ‘ટાઇગર ઝિન્દા હૈ’ વિશે વાત કરતાં કહે છે, ”મને આ ફિલ્મ પર પૂરો ભરોસો છે. સલમાન ખાનના સ્ટાર પાવરથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વિક્રમોની વણજાર કરી દેશે. આ ફિલ્મ રિયલ લાઇફ ઘટનાઓ પર આધારિત છે અને તેમાં મનોરંજનના તમામ મસાલા હાજર છે.”

યશરાજ ફિલ્મ્સની મલ્ટિ સ્ટારર ‘ઠગ ઓફ હિન્દોસ્તાં’ પણ આજકાલ ખૂબ ચર્ચામાં છે. ‘બૂમ’ બાદ પહેલી વખત કેટરીના અમિતાભ બચ્ચન સાથે અને કરિયરમાં પહેલી વખત આમિર ખાન સાથે પડદા પર નજરે પડશે. તે કહે છે, ”યશરાજનું બેનર અને વિજયકૃષ્ણ આચાર્યનું ડિરેક્શન ફિલ્મની સફળતાની ગેરંટી ગણાય છે. આ ફિલ્મમાં તો બિગ બી, આમિર અને ફાતિમા શેખ જેવા કલાકારો પણ છે. મને આશા છે કે દર્શકોને એક હટકે ફિલ્મ આપવામાં અમે સફળ રહીશું.”

‘જબ તક હૈ જાન’ની રિલીઝનાં પાંચ વર્ષ બાદ કેટરીના શાહરુખ અને અનુષ્કા શર્મા સાથે આનંદ એલ. રાયની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં કિંગ ખાને ઠીંગણી વ્યક્તિની ભૂમિકા ભજવી છે.

કેટરીના કહે છે, ”મારી પહેલી ફિલ્મ ‘બૂમ’માં અમિતાભજી સાથે કામ કર્યું હતું, પરંતુ ત્યારે હું સાવ નવી હતી. હવે મારો અભિનય નીખર્યો છે. હવે હું કોઈ પણ કલાકાર સામેની ટક્કરથી ડરતી નથી.” •

You might also like