જુડવા-2માં જોવા મળશે સલમાન અને કરિશ્મા

મુંબઇઃ અભિનેતા સલમાન ખાન, ડેવિડ ધવન અને સાજિદ નડિયાદવાલાની ફિલ્મ તિકડીની પહેલી સુપર હિટ ફિલ્મ જુડવાનને રિલીઝ થયે આજે 20 વર્ષ થઇ ગયા છે.  આજે મુંબઇમાં ફિલ્મને 20 વર્ષ પૂરા થયાની ઉજવણી થઇ રહી છે. સાથે જ જુડવા-2નું મુહૂર્ત પણ થવાનું છે.

જેમાં વરૂણ ધવન, જેકલીન ફર્નાડિસ અને તાપસી પન્નૂ મુખ્ય રોલમાં છે. જ્યારે જુડવા-2ને બનાવવાની જાહેર કરવામાં આવી ત્યારથી જ લોકો એવો ક્યાસ લગાવી રહ્યાં હતા કે આ ફિલ્મમાં સલમાન ખાન  હશે. ત્યારે આખરે ફિલ્મ નિર્માતા સાજિદ ખાને સ્પષ્ટ પણે કહ્યું છે કે આ ફિલ્મમાં સલમાન તો હશે જ સાથે કરીશ્મા કપૂર પણ આ ફિલ્મમાં એક નાના રોલમાં હશે.

સાજિદ જણાવે છે કે જ્યારે સલમાન ખાન અને કરિશ્મા કપૂરને ખબર પડી કે તેઓ જુડવા બે બનાવી રહ્યાં છે ત્યારે બંનેએ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ફિલ્મમાં બંને મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. બંનેનો રોલ મહત્વનો રહેશે. વરૂણ ધવન ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરવાને લઇને ખૂબ જ ઉત્સાહિ છે.

http://sambhaavnews.com/

You might also like