સલમાન-લુલિયાના સવાલ પર સોહેલ ભડક્યો, રિપોર્ટરને ગાળો અાપી

મુંબઈ: એક મીડિયા રિપોર્ટરે સોહેલ ખાનને સલમાન અને લુલિયા વંતૂરનાં લગ્નને લઈને સવાલ કરતાં તે ભડકી ઉઠ્યો હતો અને પિત્તો ગુમાવી ચૂકેલા સોહેલ ખાને રિપોર્ટરને ગાળો પણ અાપી. સોહેલે રિપોર્ટરને કેમેરા સહિત ત્યાંથી ચાલ્યા જવાની વોર્નિંગ પણ અાપી.

ગુરુવારે રાત્રે સોહેલ પિતા સલીમ અને હેલન સાથે બાન્દ્રાની એક ક્લબમાં ડિનર કરવા પહોંચ્યો હતો. તે ત્યાંથી બહાર નીકળ્યો અને તરત જ રિપોર્ટરે સલમાન અને લુલિયાનાં લગ્ન પર સવાલ કર્યા. સવાલ સાંભળતા જ સોહેલ ગુસ્સે થયો અને રિપોર્ટર પર વરસી પડ્યો. તેને રિપોર્ટરને ગાળો અાપવાનું શરૂ કર્યું. એટલું જ નહીં સોહેલે રિપોર્ટરને કેમેરો બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવાની સલાહ અાપી.

સોહેલ ખાને અે વાતનો સ્વીકાર કર્યો છે કે તેને એક રિપોર્ટર પર ગુસ્સો અાવ્યો હતો. સોહેલે જણાવ્યું કે મીડિયા વારંવાર તેના પિતા સામે માઈક લાવી રહ્યું હતું. અા દરમિયાન સલીમ ખાન પોતાનું બેલેન્સ ગુમાવી બેઠ્યા અને પડતાં પડતાં બચ્યા. અા જોઈને સોહેલને ગુસ્સો અાવ્યો. તેણે રિપોર્ટરને કહ્યું કે તેમને સમજવું જોઈઅે કે ૮૦ વર્ષની વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી.

સોહેલે અેમ પણ માન્યું કે તેને એક રિપોર્ટરને ત્યાંથી ચાલ્યા જવાની સૂચના અાપી હતી. સોહેલે સલમાનનાં લગ્નના સવાલ વિશે એમ પણ કહ્યું કે શા માટે દરેક સવાલ યોગ્ય જગ્યા અને યોગ્ય સમયે પૂછવામાં અાવતો નથી. શા માટે દરેક વસ્તુઅો માટે ગન પોઈન્ટ પર સવાલ કરાય છે. શું અમે ક્યાંય ભાગી જવાના છીઅે. ડેડી થોડા થાકેલા હતા. તેમણે જવાબ અાપવાના શરૂ પણ કર્યા પરંતુ તેઅો કંઈક અલગ બોલી ગયા. અે સાબિતી હતી કે તેમને સવાલ સમજમાં ન અાવ્યો હતો.

સોહેલે જણાવ્યું કે મેં રિપોર્ટરને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું અને તેણે પૂછ્યું કે શું તમારા ઘરમાં વૃદ્ધ માતા પિતા નથી. શું તમે તેની તરફ નથી જોતા. મેં તેને અેમ પણ પૂછ્યું કે શું તે વૃદ્ધ માતા પિતા સાથે બહાર ગયો હોય અને અાવી પરિસ્થિતિ ઊભી થાય તો તે શું કરશે. મારે જે કહેવાનું હતું તે મેં તેને કહી દીધું.

You might also like