કાળિયાર શિકાર કેસ: સલમાન ખાને જમીન પર સુઇને જેલમાં પસાર કરી રાત

સલમાન ખાન કાળિયાર હરણ શિકાર મામલે 5 વર્ષની જેલની સજાની પ્રથમ રાત જોધપુર સેન્ટ્રલ જેલમાં વિતાવી છે. હવે તેના વકીલો પુરી કોશિશ કરી રહ્યાં છે કે આજે જોધપુર સેશન કોર્ટમાં જમાનત મળી જાય. આજે બધાની નજર સેશન કોર્ટ પર રહેશ અને સલમાનના ચાહકો એવું ઇચ્છી રહ્યાં છે કે તેને જમાનત મળી જાય.

બોલિવુડ અભિનેતા સલમાન ખાનને પાંચ વર્ષની સજા રૂપે જેલમાં મોકલવામાં આવ્યો છે. સલમાન ખાને જોધપુરની જેલમાં કાલે પ્રથમ રાત બિતાવી છે. રાજસ્થાનમાં જોધપુરમાં કાંકણી ગામમાં 1998માં કાળા હરણ શિકાર કેસમાં ગઇકાલે જોધપુરની સીજીએમ ગ્રામીણ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

સલમાન ખાનને દુષ્કર્મના આરોપ હેઠળ જોધપુર જેલમાં બંધ આસારામની બાજુની બેરકમાં રાખવામાં આવ્યો છે. સલમાન ખાનને રાતે ચણાની દાળ, કોબીનું શાક અને રોટલી આપવામાં આવી પરંતુ તેણે ખાધુ નહી. સલમાનને સુવા માટે ચાર ધાબળા આપવામાં આવ્યાં. જેલ અધિકારી મુજબ સલમાને જમીન પર સુઇને રાત પસાર કરી. તબીબો અનુસાર પ્રાથમિક તપાસમાં સલમાન ખાનને બ્લડ પ્રેશર વધારે હતુ જે બાદમાં સામાન્ય થઇ ગયું હતું.

You might also like